સની લિઓનીના શોને મંજૂરીનો પોલીસનો ઈનકાર
- હૈદરાબાદનો શો છેલ્લી ઘડીએ રદ થયો
- સ્પોટ પર પહોંચી ગયેલા લોકો નિરાશઃ આયોજકોએ મંજૂરી લેવા જરુરી વિધિ કરી ન હતી
મુંબઇ : સની લિયોનીનો હૈદરાબાદમાં યોજાનારો શો છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. લોકો નિર્ધારીત સમયે શોનાં વેન્યૂ પર પહોંચી પણ ગયા હતા. જોકે, પોલીસે સ્પોટ પર પહોંચ શો ચાલુ થાય તે પહેલાં જ રદ કરાવ્યો હતો. આયોજકોએ શો માટે પોલીસની મંજૂરી લેવાની જરુરી ઔપચારિકતાઓ પાર પાડી ન હોવાથી શો બંધ કરાવાયો હોવાનું કહેવાય છે.
આયોજકોએ જોકે, સની લિયોનીની તબિયત અચાનક ખરાબ થઈ હોવાથી શો રદ કરાયો હોવાનું બહાનું કાઢ્યું હતું. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં તા. ૩૦મીની રાતે આ શો યોજાવાનો હતો. લોકો સ્પોટ પર પહોંચી ગયા હતા. પરંતુ શો શરુ થાય તે પહેલાં જ પોલીસનો મોટો કાફલો સ્પોટ પર પહોંચ્યો હતો અને ત્યાં આવેલા ચાહકોને વિખેર્યા હતા.