PM મોદીએ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ મેકર્સની પીઠ થાબડી, વિક્રાંત મેસીએ આનંદ વ્યક્ત કર્યો
PM Modi watched the film The Sabarmati Report : અભિનેતા વિક્રાંત મેસી હાલમા ખૂબ ચર્ચામાં છે. તેણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, હવે તેમના ઘરે પરત ફરવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ લખ્યું કે 2025માં આવનારી બે ફિલ્મો તેની છેલ્લી હશે.
વિક્રાંત મેસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ તેની નવી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હજુ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને પ્રેક્ષકો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા પણ મેળવી હતી. 21 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના ફોનિક્સ પેલેસિયો મોલમાં તેમના કેબિનેટ અને વહીવટી અધિકારીઓ સાથે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ હતી.
Joined fellow NDA MPs at a screening of 'The Sabarmati Report.'
— Narendra Modi (@narendramodi) December 2, 2024
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA
વડાપ્રધાન મોદીએ જોઈ વિક્રાંતની ફિલ્મ
વડાપ્રધાન મોદીએ 2 ડિસેમ્બર, સોમવારની સાંજે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ હતી. સંસદમાં સાંજે 4 વાગે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમની સાથે એનડીએના સભ્યોએ પણ સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગમાં આ ફિલ્મ જોઈ હતી. આ સિવાય ફિલ્મની ટીમમાંથી પ્રોડ્યુસર એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના, અભિનેતા વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા, રાશિ ખન્ના પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. એકતાના પિતા અને સિનિયર એક્ટર જિતેન્દ્ર પણ સ્ક્રીનિંગ માટે દિલ્હી આવ્યા હતા.
પીએમ મોદી સાથે ફિલ્મ જોઈ વિક્રાંત મોદી ખુશ હતો
સ્ક્રીનિંગ બાદ અભિનેતા વિક્રાંત મેસીએ પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન સાથે ફિલ્મ જોવાની તક મળવી એ તેમના જીવનનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે. તેણે કહ્યું કે, હું નર્વસ છું અને તેથી મારી લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકતો નથી. વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંતના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી હતી. જો કે, અહીં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ પર પૂછવામાં આવેલા પ્રશ્નોને ઈનગોર કર્યા હતા.
આ પહેલા પીએમ મોદીએ X પર ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની પ્રશંસામાં એક પોસ્ટ શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું, 'ખૂબ જ સરસ કહ્યું. એ સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય માણસ જોઈ શકે તે રીતે. જૂઠ થોડા સમય માટે જ દુનિયાની સામે રહી શકે છે. અંતે માત્ર સત્ય મહત્વ ધરાવે છે.'
વિવિધ રાજ્યોમાં ટેક્સ ફ્રી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ હતી. આટલું જ નહીં, ફિલ્મ જોતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્ટર વિક્રાંત મેસીને પણ મળ્યા હતા. વિક્રાંત તેમને મળવા મુખ્યમંત્રીની લખનઉ ઓફિસ પહોંચ્યા હતા. તેણે આ મીટિંગનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે