Get The App

Photo: અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
Photo: અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ 1 - image


Lok Sabha Election 2024: સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે 20 મેના રોજથી મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં, 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં પણ બોલિવૂડના ઘણા સેલેબ્સ લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળે છે. 

મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા પછી, ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈ કહ્યું કે, "... હું દરેક મતદારને તેમનો મત આપવા માટે કહીશ... મેં આ મારા દેશ માટે, દેશના વિકાસ માટે મતદાન કર્યું છે... મને આશા છે આગામી પાંચ વર્ષની સરકાર દેશમાં વૈશ્વિક સ્તરે તમામ ધર્મો, પ્રેમ, વિકાસ અને પ્રગતિનું સન્માન સુનિશ્ચિત કરશે."

અભિનેતા ઈમરાન હાશ્મીએ મુંબઈમાં મતદાન કરીને પોતાની નાગરિક ફરજ પૂરી કરી.

અભિનેતા રણવીર સિંહ પાંચમા તબક્કામાં મતદાન કરવા માટે મુંબઈના એક મતદાન મથકે પહોંચ્યા.

અભિનેતા શાહિદ કપૂર તેના લોકશાહી અધિકારનો ઉપયોગ કરીને મુંબઈમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના 5મા તબક્કામાં મતદાન કર્યું.

પોતાનો મત આપ્યા પછી, સિંગર કૈલાશ ખેર કહે છે, "...હું કહેવા માંગુ છું કે ભારત બદલાઈ રહ્યું છે અને તમે (લોકો) આ માટે જવાબદાર છો. હું ઈચ્છું છું કે તમે રાષ્ટ્રીય હિતમાં કામ કરતા રહો."

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

અભિનેત્રી અને સાંસદ હેમા માલિની, તેમની પુત્રી અને અભિનેત્રી એશા દેઓલે મુંબઈમાં મતદાન મથક પર મતદાન કર્યું.

બોલિવૂડ એક્ટર પરેશ રાવલ કહે છે, "...જે લોકો વોટ નથી આપતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા."

અભિનેત્રી અનિતા રાજે મત આપ્યા પછી કહ્યું હતું કે, "આપણે બધા આ દેશના જવાબદાર નાગરિકો છીએ...મને ખબર છે કે મતદાન ઓછું છે. આળસુ ન બનો. બહાર નીકળો અને મતદાન કરો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે..." 

અભિનેત્રી સાન્યા મલ્હોત્રા મુંબઈમાં મતદાન કરીને પોતાની નાગરિક ફરજ પૂરી કરી.

અભિનેતા રણદીપ હુડ્ડા મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપીને મતદાનની અપીલ કરી હતી. 

સુનીલ શેટ્ટીએ મુંબઈમાં મતદાન કરીને પોતાની નાગરિક ફરજ પૂરી કરી

બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ આજે પ્રથમ વખત મતદાન કર્યું છે.

'શ્રીકાંત' અને 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી રહેલા અભિનેતા રાજકુમાર રાવ પણ વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે જ્ઞાન કેન્દ્ર હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને નાગરિક તરીકેની તેમની ફરજ નિભાવી હતી.

ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં વ્યસ્ત જ્હાનવી કપૂરે પણ મતદાન કર્યું હતું. 

ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. બંનેએ બાંદ્રાના મતદાન કર્યું હતું. 



Google NewsGoogle News