મલાઈકાની પોસ્ટને લોકોએ તેના અને અર્જુનના બ્રેકઅપ સાથે જોડી
- તેમના છ વરસના સંબંધનો અચાનક અંત તેમના પ્રશંસકો માટે પ્રશ્રાર્થ
મુંબઇ : મલાઈકા અરોરા પોતાના કરતાં ૧૩ વરસ નાના અર્જુન કપૂર સાથે છ વરસથી સંબંધમાં હતી. તેમના વયના તફાવતના કારણે તેઓ સોશયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હોવા છતાં દિવસે દિવસે તેમના સંબંધ આગળ વધ્યા હતા. પરંતુ અચાનક જ બન્નેનું આ વરસની શરૂઆમાં તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. બન્નેમાંથી એકે પણ આ બાબતે હરફ ઉચાર્યો નહોતો. પરંતુ અર્જુન કપૂરે પોતે સિંગલ હોવાનું સ્પષ્ટ કરી દીધુ ંહતું. હવે મલાઈકાની એક પોસ્ટને લોકો તેમના બ્રેકઅપ સાથે જોડી રહ્યા છે. હાલમાં જ મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કોશિશ પ્યાર નો ઓકિસજન હોય છે. તેના વગર આગ મરી જતી જાય છે. અભિનેત્રીના આ પોસ્ટે તેમના પ્રશંસકોની આતુરતા વધારી દીધી છે. મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપની ચર્ચા દરમિયાન અર્જુન કપૂરનું નામ કુશા કપિલા સાથે જોડાયું હતું. એટલું જ નહીં મલાઈકા અરોરા સાથેનું બ્રેકઅપનું કારણ પણ કુશા કપિલા જ હોવાનું કહેવાઇ રહ્યું છે. અર્જુન કપૂર કુશા કપિલાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.