Get The App

પાયલ ઘોષ બિગ બોસમાં સાજિદ ખાનની હાજરીથી ભડકી

Updated: Nov 22nd, 2022


Google News
Google News
પાયલ ઘોષ બિગ બોસમાં સાજિદ ખાનની હાજરીથી ભડકી 1 - image


- રોષ ઠાલવતાં કહ્યું કે સલમાન ખાન નકારે તો આવા લોકો આ શોનો હિસ્સો બની શકે નહીં

મુંબઇ : મી ટૂના કારણે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં હોબાળો બોલી ગયો છે. સાજિદ ખાનની મુશ્કેલીઓનો હજી સુધી અંત  જોવા નથી મળી રહ્યો. બોલીવૂડની ઘણી હસીનાઓએ સાજિદ ખાન પર શારીરિક શોષણના આરોપ મુક્યા હતા. આમ છતાં સાજિદ ખાનને સલમાન ખાનના રિયાલિટી શોનો હિસ્સો બનાવામાં આવ્યો છે. જે જોઇને સાજિદની હરકતનો ભોગ બનેલી અભિનેત્રીઓ નારાજગી દર્શાવી રહી છે. વાત તો ત્યાં સુધી પહોંચી ગઇ હતી કે, શર્લિન ચોપડાએપોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે, પરંતુ આ દરેક વીડિયો પછી પણ સાજિદને શોમાંથી બહાર કાઢવામાં નથી આવી રહ્યો. હાલમાં જ બિગ બોસ 16માં સાજિદની એન્ટ્રી પર પાયલ ઘોષે નારાજગી વ્યક્ત કરી છે. 

પાયલે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યુ ંહતુ ંકે, આ સઘળું જ સલમાન ખાનની મંજૂરીથી થઇ રહ્યું છે. બિગ બોસ 16માં સાજિદ ખાનની એન્ટ્ર્ી સલમાનની ઇચ્છા વિરુદ્ધ થઇ શકે નહીં. જો સલમાન ખાન પોતાના આ શોમાં સાજિદ ખાનની હાજરી ન ઇચ્છે તો આવા લોકોને લાવવાની કોઇની હિંમત ચાલે નહીં. ચેનલ, સલમાન અને આ કલાકાર પોતે પણ દરેકની કડી એકબીજા સાથે જોડાયેલી છે. 

પાયલ ઘોષે વધુમાં કહ્યુ ંહતુ ંકે, ઇન્ડસ્ટ્રીમાં આવી બધી  બાબતોની કોઇ પરવાહ કરતું નથી. બોલીવૂડમાં કોઇને કાંઇ ફરક પડતો નથી. તમે જેટલા કીવર્ડસમાં રહેતા હો છો, આવા શોમાં તમને વધારે મહત્વ આપવામાં આવતુ ંહોય છે. ચેનલને આ બધી વાતોથી કોઇ લેવા દેવા હોતું નથી. તેમને ફક્ત શો દ્વારા નાણાં કમાવાનું જ ધ્યેય હોય છે. અન્યો મારી માફક તેમની આવી વર્તણૂકનો ભોગ ન બને તેથી મારે જાહેરમાં બોલવું પડયયુ ંહતું. પરંતુ મને લાગે છે ત્યાં સુધી કોઇને ફરક પડયો નથી. આવુ ંબધું તો ચાલતા જ રહેવાનું છે. ઉદ્યોગ આવા લોકોને સમર્થન આપતો હોય છે. 

Tags :
Payal-Ghoshsajid-khanfuriousin-Bigg-Boss

Google News
Google News