આ સ્ટાર એક્ટરના બર્થડે સેલિબ્રેશનમાં ઘટી દુર્ઘટના, એક વ્યક્તિનું મોત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
આ સ્ટાર એક્ટરના બર્થડે સેલિબ્રેશનમાં ઘટી દુર્ઘટના, એક વ્યક્તિનું મોત 1 - image


Image:twitter 

Pawan Kalyan Birthday: પવન કલ્યાણ એ સાઉથ ભારતનો એ અભિનેતા છે જેને લોકો 'પાવર સ્ટાર' તરીકે ઓળખે છે. તાજેતરમાં જ અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે સોમવારે પોતાનો 56મા જન્મદિવસની ઉજવણી કરી હતી. અભિનેતાના બર્થડેને લઇને તેના ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ચાહકોની આવી જ એક ઉજવણી ચંદ્રગિરી વિધાનસભા મતવિસ્તારના રામચંદ્રપુરમ મંડલના અનુપલ્લી ગામમાં આ ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ફ્લેક્સ બેનર લગાવતી વખતે બે સમર્થકોને વીજ કરંટ લાગ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

સોમવારે સાંજે જ્યારે સમર્થકો એક્ટરના બર્થડેની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જોરદાર પવનના કારણે એક ફ્લેક્સ બોર્ડ વીજ વાયરો સાથે અથડાતા વીજ કરંટ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે, મૃતકનું નામ બી. ગોપી, જ્યારે ઘાયલ સમર્થકનું નામ બી. મધુ છે. પવન કલ્યાણના જન્મદિવસની ઉજવણી દરમિયાન આ દુર્ઘટનાથી બધા ચોંકી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ તિરુપતિમાં એસ.વી.આર. રૈયાને સારવાર માટે સરકારી દવાખાને લઇ જવાયો હતો. બી. હોસ્પિટલમાં મધુને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

મૃતકના પરિવારને રૂ.1 લાખ

આ અકસ્માત બાદ વિસ્તારના ધારાસભ્ય અરાણીએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ સાથે તેમણે 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી અને હોસ્પિટલ સ્ટાફને ઘાયલ સમર્થકને યોગ્ય સારવાર આપવા પણ કહ્યું હતુ.

અભિનેતા અને નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “ગોપીના મૃત્યુ અને મધુની ઈજાના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. હું ગોપીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.” 



Google NewsGoogle News