મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરોએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ VIDEO
નવી મુંબઇ, તા. 23 ઓક્ટોબર 2023,સોમવાર
નવરાત્રિની ધૂમ ભારતભરમાં મચી છે. ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિ દરમિયાન અવનવા વીડિયો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે ઘણા એવા પણ લોકો છે જે સાંજે જઇને ગરબા રમી શકતા નથી. ત્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં ઉજવણીનો એક ખૂબ હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે, જેમાં આ મુસાફરો રોજની ભોગદોડની લાઇફમાંથી અલગ થઈને થોડી મસ્તી-મજા કરે છે એવાં દૃશ્યો જોવા મળ્યાં છે.
મેટ્રો ટ્રેનમાં અને લોકલ ટ્રેનમાં પણ ભીડ જોવા મળે છે, ત્યારે આ મુંબઈની લોકલ ટ્રેનમાં પણ આ લોકો ભારે જુસ્સાથી ડાન્સ-સ્ટેપ્સ કરી રહ્યા છે. તેમને જોઈને અન્ય મુસાફરો પણ ઉત્સાહમાં તેમની સાથે આનંદ માણી રહ્યા છે. કેટલાક પોતાના મોબાઇલમાં આ ક્ષણને કેદ કરી રહ્યા છે.
ટ્રેનમાં ગરબા રમતો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઘણા એ કહ્યું કે, ટ્રેનમાં આવુ કરતા બચવુ જોઇએ, કેમ કે આનાથી કોઇ પણની તબિયત ખરાબ થઇ શકે છે. આ વીડિયોને અત્યાર સુધી 81000 વ્યુઝ આવી ચૂક્યાં છે.