શું પ્રિયંકા ચોપરા પરિણીતીના લગ્નમાં સામેલ નહી થાય ! સોશ્યલ મીડિયા પર નાની બહેન માટે શેર કરી ખાસ પોસ્ટ

પરિણીતી અને રાઘવ ચડ્ઢાના લગ્નના કાર્યક્રમો આજથી શરુ થવા જઈ રહ્યા છે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
શું પ્રિયંકા ચોપરા પરિણીતીના લગ્નમાં સામેલ નહી થાય ! સોશ્યલ મીડિયા પર નાની બહેન માટે શેર કરી ખાસ પોસ્ટ 1 - image
Image:Instagram

પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ઢા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આજથી લગ્નના કાર્યક્રમો શરુ થવા જઈ રહ્યા છે. તમામ સંબંધીઓ લગ્નમાં સામેલ થવા માટે ઉદયપુર પહોંચી ગયા છે. પરંતુ એક વ્યક્તિ એવી છે જે હજુ સુધી પહોંચી નથી અને તે વ્યક્તિ છે પરિણીતીની મોટી બહેન પ્રિયંકા ચોપરા. પ્રિયંકા લગ્નમાં સામેલ થવા માટે હજુ સુધી ભારત આવી નથી. આ દરમિયાન તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પરિણીતીને અભિનંદન પાઠવ્યા છે. જે પછી લાગી રહ્યું છે કે પ્રિયંકા પોતાની બહેનના લગ્નમાં સામેલ નહી થાય.

પ્રિયંકાએ શેર કરી બહેન પરિણીતી માટે પોસ્ટ

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપર પરિણીતી માટે એક પોસ્ટ શેર કરી છે. તેણે પરિણીતીની તસવીર શેર કરતા એક સંદેશ પણ લખ્યું હતું. પ્રિયંકાની આ પોસ્ટ બાદ અટકળો વધી ગઈ છે કે તે પોતાની નાની બહેનના લગ્નમાં સામેલ થવા માટે ઉદયપુર આવી શકશે નહી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રિયંકા તેની દીકરી માલતી સાથે લગ્નમાં સામલે થશે. પરંતુ નિક જોનસ લગ્નમાં સામેલ થશે નહી.



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News