પરિણિતી ચોપરાનો હાલ પોતે પ્રેગનન્ટ હોવાનો ઈનકાર

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
પરિણિતી ચોપરાનો હાલ પોતે પ્રેગનન્ટ હોવાનો ઈનકાર 1 - image


- એકટ્રેસના વસ્ત્રો પરથી અટકળો ફેલાઈ હતી

- પરિણિતીએ આ સમગ્ર વર્ષનાં પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટસ યથાવત રાખ્યાં  છે

મુંબઇ: તાજેતરમાં પરિણિતી ચોપરાએ બહુ લૂઝ અને પેટ ઢંકાય તેવાં વસ્ત્રો ધારણ કરતાં તે પણ દીપિકા પાદુકોણ તથા ઋચા ચઢ્ઢા સહિતની અભિનેત્રીઓને પગલે પ્રેગનન્ટ છે કે શું તેવી અટકળો ફેલાઈ હતી. હવે પરિણિતીનાં નિકટવર્તી સૂત્રોએ આ અટકળોને નકારી છે. 

સૂત્રોએ કહ્યું હતું કે  મહિલા ઢીલાં ઢીલાં વસ્ત્રો પહેરે તેટલા માત્રથી તે પ્રેગનન્ટ છે તેવો ખ્યાલ બાંધી લેવો એ બહુ ખોટી વાત છે. પરિણિતી અને રાઘવે હાલ ફેમિલીને વિસ્તારવાની બાબતમાં કશું નક્કી કર્યું નથી. રાઘવ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને પરિણિતીએ પણ પોતાનાં સમગ્ર વર્ષના પ્રોફેશનલ કમિટમેન્ટસ યથાવત રાખ્યાં છે.  પરિણિતી હાલ તેની આગામી ફિલ્મ 'ચમકીલા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 



Google NewsGoogle News