Get The App

પરિણીતિ ચોપરાનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, શૂટિંગ શરુ કર્યું

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
પરિણીતિ ચોપરાનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, શૂટિંગ શરુ કર્યું 1 - image


- થ્રીલર સીરિઝ આવતાં વર્ષે રીલિઝ થશે 

- પરિણીતિ સાથે તાહીર રાજ ભસીન, જેનીફર વિંગેટ સહિતના કલાકારોનો કાફલો

મુંબઈ : પરિણીતિ ચોપરાએ હવે વેબ સીરિઝની દુનિયામાં પણ કદમ માંડયાં છે. તે એક ક્રાઈમ થ્રીલર વેબ સીરિઝનું શૂટિંગ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

આ  સીરિઝમાં તેની સાથે તાહીર રાજ ભસીન, જેનીફ વિંગેટ, અનુપ સોની, હર્લીન સેઠી, સોની રાઝદાન સહિતના કલાકારો છે. 

પરિણીતિ  અગાઉ ડાયરેક્ટ ઓટીટી પર રજૂ થયેલી 'ચમકીલા' ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેની  એક્ટિંગની પ્રશંસા થઈ હતી. 

આ સીરિઝ 'મહારાજ' સહિતની ફિલ્મો બનાવનારા સિદ્ધાર્થ પી. મલ્હોત્રા બનાવી રહ્યા છે. સીરિઝના ડાયરેક્ટર તરીકે 'રંગ દે બસંતી' સહિતની ફિલ્મોના લેખક રેન્સિલ ડી સિલ્વા છે.  સીરિઝમાં સિમલાનું બેક ગ્રાઉન્ડ હશે તેમ જાણવા મળ્યું છે. 

પરિણીતિએ રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સાથે મેરેજ કર્યાં છે. જોકે, તે લગ્ન પછી સિલેક્ટેડ ફિલ્મો કે વેબ શોઝમાં કામ કરવાનું ચાલુ રાખશે એ સ્પષ્ટ થઈ ગયું છે. 


Google NewsGoogle News