OTT પર સૌથી વધુ જોનાર સીરીઝની લિસ્ટમાં 'પંચાયત 3'
OTT Report: OTT પર આ વર્ષે ઘણી વેબ સિરીઝ અને મૂવી રિલીઝ કરવામાં આવી છે. કેટલાકને ખૂબ સારા રિવ્યુ અને રેટિંગ મળ્યા છે, જ્યારે કેટલીક સિરીઝ બહુ સારી રહી નથી. ત્યારે આ વર્ષના પ્રથમ 6 મહિનામાં OTT પ્લેટફોર્મ પર કયા શો, મૂવીઝ અને નોન-સ્ક્રીપ્ટેડ શો સૌથી વધુ જોવામાં આવ્યા તેનો રિપોર્ટ બહાર આવ્યો છે.
આ રિપોર્ટ અનુસાર TVFનો પંચાયત સીઝન 3 સૌથી વધુ જોવાયેલ શો બની ગયો છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની હીરામંડી, બિગ બોસ સીઝન 3 અને Indian Police Force પણ ટોપ 3માં સામેલ છે.
સૌથી વધુ જોવાયેલી પંચાયત 3
ઓરમેક્સ (Ormax)ના રિપોર્ટ અનુસાર, પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ પંચાયત 3 તેની લોકપ્રિયતા અને અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. પંચાયત અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરીઝ બની ગઈ છે. આ શોએ 28.2 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે.
હીરામંડી
સંજય લીલા ભણસાલીની હીરામંડી હિન્દી વેબ સિરીઝમાં બીજા ક્રમે છે જેને 20.3 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ત્રીજા સ્થાને રોહિત શેટ્ટીનું Indian Police Force છે, જેને 19.5 મિલિયન વ્યૂઝ છે.
આ રિયાલિટી શો ટોપ પર રહ્યો
OTT પર આવતા રિયાલિટી શો પણ આ યાદીમાં સામેલ છે. ઓરમેક્સે સૌથી વધુ જોવાયેલા OTT શોની યાદી પણ બહાર પાડી છે. અનિલ કપૂરના ઓટીટી શો બિગ બોસ ઓટીટી 3એ બાજી મારી છે.
બિગ બોસ ઓટીટી 3 એ કપિલ શર્માના રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોને વ્યૂઝના મામલામાં માત આપી દીધી છે. બિગ બોસ OTT 3 ને 17.8 મિલિયન, ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોને 14.5 મિલિયનજ્યારે શાર્ક ટેન્ક ઇન્ડિયાને 12.5 મિલિયન વ્યૂઅરશિપ મળી છે.