Get The App

ઝુંપડામાં રહ્યો, 40 રૂ. હાજરીએ મજૂરી કરી, ચર્ચિત અભિનેતાએ યાદ કર્યા સંઘર્ષના દિવસો

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
Jitendra kumar



Actor Jitendra kumar: જીતૂ ભૈયાના નામથી પ્રખ્યાત અભિનેતા જિતેન્દ્ર કુમારે ટીવીએફ પિચર્સ, કોટા ફેક્ટ્રી, પંચાયત જેવી વેબ સીરીઝમાં કામ કરી યુવાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. વર્તમાન સમયમાં તેની નેટવર્થ આશરે સાત કરોડ રૂપિયા જેટલી છે. જો કે, તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, તેના જીવનમાં એક સમય એવો હતો કે જ્યારે તે 40 રૂપિયા માટે મજૂરી કરતો હતો અને ઝુંપડામાં રહેતો હતો. 

ઝુંપડામાં રહેતો હતો પરિવાર 

જિતેન્દ્રએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'અમારી પાસે જંગલમાં એક ઝુંપડો હતો અને મારું સમગ્ર પરિવાર તે ઝુંપડામાં રહેતો હતો. મારા પિતા અને કાકા સિવિલ એન્જિનિયર છે, હું પણ એક સિવિલ એન્જિનિયર છું. માટે મારા પિતા અને કાકાએ મળીને બે ઓરડા વાળું એક મકાન બનાવ્યું હતું. ત્યાં સુધી અમે ઝુંપડામાં રહ્યા હતા. મને આજે પણ યાદ છે ત્યાં અમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી.' 

આ પણ વાંચોઃ 'આર્યન ખાન અમને ધમકી આપતો...' અનન્યા પાંડેએ પોતાના બાળપણના કિસ્સાઓ રજૂ કર્યા

મજૂરી કરતો હતો

વધુમાં તેણે કહ્યું કે, 'હું ઉનાળાના વેકેશન દરમિયાન પેન્ટર અથવા મજૂરી કામ કરતો હતો. મને દરરોજ લગભગ 40 રૂપિયા જેટલી મજૂરી મળતી હતી. મારા પિતાને આ વાતની જાણ નહોતી. જ્યારે તેમને આ વાતની જાણ થઇ તો તેમણે મને ઠપકો આપ્યો હતો અને મજૂરી કામ છોડવા કહ્યું હતું. તે સમયે હું આશરે 11 અથવા 12 વર્ષનો હતો અને મજૂરોની મદદ કરતો હતો. મને આજે પણ મારા સંઘર્ષના એ દિવસો યાદ છે.'

આ પણ વાંચોઃ 13 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરીને પસ્તાઈ જાણીતી અભિનેત્રી, કહ્યું- રોજ રાતે રડતી હતી


ઝુંપડામાં રહ્યો, 40 રૂ. હાજરીએ મજૂરી કરી, ચર્ચિત અભિનેતાએ યાદ કર્યા સંઘર્ષના દિવસો 2 - image


Google NewsGoogle News