પાન-મસાલાના વિજ્ઞાપન કરનારાઓેને જોન અબ્રાહમે મોત વેચનારા ગણાવ્યા
- જે
- જે લોકો ફિટનેસની વાતો કરે છે તે લોકો જ આવી વિજ્ઞાપન કરે છે
મુંબઇ :જોન અબ્રાહમે હાલમાં જએક પોડકાસ્ટ દરમિયાન પાન-મસાલાઓન ીવિજ્ઞાપન અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે સાથે નિંદા પણ કરી છે. તેણે આવી વિજ્ઞાપનો કરનારાઓને મૃત્યુ વેંચનારાઓ સાથે સરખાવ્યા છે. સાથેસાથે અભિનતાએ એમ પણ કહ્યું છે કે, જે લોકો ફિટનેસની વાત કરે છે તેઓ જ પાન-મસાલા વિજ્ઞાનો કરે છે.
જોન અબ્રાહમે વધુમા ંકહ્યુ ંહતુ ંકે, હું મારા દરેક અભિનેતા મિત્રોને પ્રેમ કરું છું અને કોઇનો પણ અનાદર નથી કરી રહ્યો. હું સ્વંયને સ્પષ્ટ કરી રહ્યો છુ ંકે, હું મારા સિદ્ધાંત અનુસાર મૃત્યુને કદી વેંચીશ નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે, અભિનેતાઓ એક એવા ઉત્પાદનનો પ્રચાર કઇ રીતે કરી શકે છે, જે સ્વાસ્થ્ય સંબંધી મહત્વપૂર્ણ સમસ્યાઓમાં યોગદાન આપતા હોય છે. બીજી બાજુ તેઓ સાર્વજનિક રીતે સ્વસ્થ જીવનશૈલીની વકીલાત કરતા હોય છે. પાન-મસાલાની વિજ્ઞાપનનો વિવાદ લાંબા સમયથી છે. જેમાં શાહરૂખ ખાન, અજયદેવગણ અને અક્ષય કુમાર જેવા કલાકારો સામેલ હોવાથી તેમને આલોચનાઓનો સામનો કરવો પડે છે. આ પછી અક્ષય કુમારે ઘોષણાકરી હતી કે, હવે પછી તે આવી વિજ્ઞાપનનો હિસ્સો નહીં બને.