બોયફ્રેન્ડ ઈબ્રાહિમના ઘરે પલક તિવારીના આંટાફેરા

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
બોયફ્રેન્ડ ઈબ્રાહિમના ઘરે પલક તિવારીના આંટાફેરા 1 - image


- બનેના ડેટિંગનો વધુ એક પુરાવો મળ્યો

- ઈબ્રાહિમના ઘરેથી બંને વારાફરતી બહાર નીકળ્યાં પણ કેમેરામાં ઝડપાઈ ગયાં

મુંબઇ : ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી  ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી છે. હાલમાં જ પલક ઈબ્રાહિમના ઘરેથી બહાર નીકળતાં જોવા મળી હતી. તે પછી બંનેની રિલેશનશિપ વધારે કન્ફર્મ થઈ હતી. 

પલકે ઇબ્રાહિમ સાથેની ડેટિંગની વાતને ગયા વરસે જ નકારી કાઢી હતી.

તેણે કહ્યું હતું કે, બે ફિલ્મોના શૂટિંગમાંથી જ મને સમય મળતો નથી. હાલ મારી કારકિર્દી જ મારું જ લક્ષ્ય છે. અમારા માટેની આવી અફવાઓ એ અમારા પ્રોફેશનનો જ એક હિસ્સો છે. તેમ તેણે વધુમાં જણાવ્યું હતું. હાલ હું મારા કામ પર જ ધ્યાન આપી રહી છું. 

જોકે, પલક ઈબ્રાહિમના ઘરેથી નીકળી એક કારમાં રવાના થઈ હતી. 

તેના પાછળ પાછળ ઈબ્રાહિમ પણ નીકળ્યો  હતો અને તે અલગ કારમાં રવાના થયો હતો. જોકે, બંનેની આ અવરજવર પાપારાઝીઓના કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. 


Google NewsGoogle News