Get The App

બોલિવૂડમાં સાત વર્ષ બાદ આતિફ અસલમનું કમબેક, ફિલ્મ 'લવ સ્ટોરી ઑફ નાઈન્ટીઝ'થી કરશે શરૂઆત

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
બોલિવૂડમાં સાત વર્ષ બાદ આતિફ અસલમનું કમબેક, ફિલ્મ 'લવ સ્ટોરી ઑફ નાઈન્ટીઝ'થી કરશે શરૂઆત 1 - image


નવી મુંબઇ,તા. 30 જાન્યુઆરી 2024, મંગળવાર

પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકાર પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી કોઈ પણ પાકિસ્તાની સિંગર કે એક્ટર બોલિવૂડની કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યા. આ પ્રતિબંધને હવે હાલમાં જ હટાવી દેવામાં આવ્યો છે. 

આતિફ અસલમે હિન્દી સિનેમાને અનેક સુપરહિટ સંગીત આપ્યું છે. આતિફ અસલમની ફેન ફોલોઈંગ ખૂબ જ વિશાળ છે. હાલમાં જ તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ છે.  સિંગર ફરી એકવાર બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે. પાકિસ્તાની સિંગર આતિફ અસલમ 7-8 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે.

થોડા વર્ષો પહેલા પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બાદમાં, બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ભારતમાં પ્રતિબંધની અરજીને ફગાવી દીધી હતી. આ પછી બોલિવુડે પણ તેમના માટે પોતાના તમામ દરવાજા ખોલી દીધા છે. આવી સ્થિતિમાં આ લિસ્ટમાં આતિફ અસલમ પહેલું નામ છે જે વર્ષો પછી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આતિફ અમિત કસરિયાની ફિલ્મ લવ સ્ટોરી ઑફ નાઈન્ટીઝથી કમબેક કરી રહ્યો છે.

કરિયરની શરૂઆત 

આતિફે વર્ષ 2002માં જલ નામના બેન્ડ સાથે તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું ગીત વો લમ્હે લોકોને ખૂબ પસંદ આવ્યું.જે બાદ આતિફને લોકપ્રિયતા મળી. આ સિવાય તુ જાને ના, પહેલી નજર મેં, તેરા હોને લગા હૂં, બદલાપુરનું ગીત ‘જીના જીના’ જેવા સોન્ગ લોકો પોતાની પ્લેલિસ્ટમાં રાખે છે. આ પછી, વર્ષ 2017 માં, ટાઇગર ઝિંદા હૈનું ગીત 'દિલ દિયા ગલ્લાં', જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

આતિફ સિવાય આ સ્ટાર્સ પણ કમબેક કરશે?

આતિફ અસલમ સિવાય પણ ઘણા એવા સ્ટાર્સ છે જેમને પ્રતિબંધનો શિકાર બનવું પડ્યું હતું. એટલું જ નહીં તે આગળ હિન્દી સિનેમામાં પણ કામ કરવા માંગે છે. પાકિસ્તાની કલાકાર ફવાદ ખાને પણ થોડા સમય પહેલા હિન્દી સિનેમામાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફવાદે 'દાસ્તાન', 'ઝિંદગી ગુલઝાર હૈ' જેવા ઘણા પાકિસ્તાની શોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. ફવાદે સોનમ કપૂર અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.


Google NewsGoogle News