પાકિસ્તાની એકટ્રેસ માહિરા ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ડ્રિમી વેડિંગનો વીડિયો, પુત્ર સાથે કરી લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી
નવી દિલ્હી,તા. 4 ઓક્ટોબર 2023, બુધવાર
શાહરૂખ ખાનની રઈસથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સલીમ કરીમ સાથે નિકાહ કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્ટ્રેસે પાકિસ્તાનના પંજાબના એક હિલ સ્ટેશનમાં નિકાહ કર્યા છે.
હવે એકટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેના કેપ્શનમાં લખ્યું હતું, "મારો રાજકુમાર, સલીમ." આ વીડિયો જોયા બાદ ફેન્સે પણ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યાં છે. આ પહલાં પણ તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.
માહિરા ખાનના નવા લગ્નના વીડિયોમાં પુત્ર અઝાન એકટ્રેસને લગ્નના મંચ પર લઈ જતો જોવા મળે છે. અઝલાન માહિરા ખાન અને તેના પૂર્વ પતિ અલી અસ્કરીનો પુત્ર છે.
આ સિવાય માહિરા ખાને કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં માહિરા તેના પુત્ર અઝલાન સાથે ઉભી છે અને દિલથી હસી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલાં અન્ય ફોટામાં
તે પતિ સલીમ સાથે પોઝ આપતી જોવા મળે છે. માહિરા ખાનના બ્રાઈડલ ડ્રેસ ફરાઝ મનન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. મૌની રોયથી લઈને મલાઈકા અરોરાએ પણ આ અંગે કમેન્ટ કરી છે.
મહત્વનું છેકે,એકટ્રેસ માહિરા ખાને પાકિસ્તાની ફિલ્મોમાં આતિફ અસલમની ફિલ્મ બોલથી ડેબ્યૂ કર્યું હતું. ભારતમાં, તે રાહુલ ધોળકિયાની ફિલ્મ 'રઈસ' સાથે ડેબ્યૂ કર્યું હતુ. જેમાં તેના સહ કલાકારો શાહરૂખ ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી હતા.
આ પણ વાંચો: તલાકના 8 વર્ષ બાદ પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને બીજા નિકાહ કર્યા