Get The App

પાકિસ્તાની એકટ્રેસ માહિરા ખાને પ્રેગ્નન્સીની ચર્ચાઓ પર મૌન તોડ્યું

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાની એકટ્રેસ માહિરા ખાને પ્રેગ્નન્સીની ચર્ચાઓ પર મૌન તોડ્યું 1 - image


નવી મુંબઇ,તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન આ દિવસોમાં પોતાની લવ લાઈફ એન્જોય કરી રહી છે. એકટ્રેસે ગયા વર્ષે ઓક્ટોબરમાં સલીમ કરીમ સાથે લગ્ન કર્યા હતા. માહિરા અને સલીમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે માહિરા ખાન બીજી વખત માતા બનવા જઈ રહી છે. પ્રેગ્નન્સીને કારણે તેણે નેટફ્લિક્સ શો છોડી દીધો હતો. માહિરા ખાને હવે પ્રેગ્નન્સીના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. 

માહિરાએ નિવેદનમાં કહ્યું- 'એ વાત સાચી નથી કે હું ગર્ભવતી છું અને મેં નેટફ્લિક્સ સિરીઝ છોડી નથી.' એક અહેવાલ મુજબ, રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી જેમાં લખ્યું હતું - એક સોર્સથી માહિતી મલી છેકે, એકટ્રેસે નેટફ્લિક્સના એક પ્રોજેક્ટ અને ફિલ્મ પાછી ખેંચી લીધી છે કારણ કે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં માહિરા બાળકને જન્મ આપી શકે છે. 

માહિરાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવતા જ ફેન્સે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે ચાહકોએ રાહ જોવી પડશે કારણ કે માહિરાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે માતા બનવાની નથી.

માહિરા ખાનના પહેલા લગ્ન અલી અસ્કરી સાથે થયા હતા. બંનેને 15 વર્ષનો પુત્ર પણ છે. માહિરા અને અલી અલગ થઈ ગયા છે અને તેમનો પુત્ર અભિનેત્રી સાથે રહે છે. સલીમને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ માહિરાએ તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. માહિરા અને સલીમના લગ્નમાં માત્ર કેટલાક ખાસ મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માહિરા ઘણી પાકિસ્તાની ફિલ્મો અને શોમાં જોવા મળી છે. તેણે બોલિવૂડમાં શાહરૂખ ખાન સાથે રઈસમાં કામ કર્યું હતું. 


Google NewsGoogle News