Get The App

'વીજળી અને પાણીના તો ઠેકાણા નથી...', પાકિસ્તાન પર ભડક્યો વિજય દેવરકોંડા

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
Vijay Deverakonda on Pahalgam Terror Attack


Vijay Deverakonda on Pahalgam Terror Attack: 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો હતો. ઘાટીમાં પ્રવાસીઓ પર થયેલા આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી બધાએ આ ઘટનાની નિંદા કરી. 

વિજય દેવરકોંડાએ આપી હુમલો ન કરવાની સલાહ 

આ દરમિયાન સાઉથ એક્ટર વિજય દેવરકોંડાએ આ અંગે પ્રતિક્રિયા આપી અને ભારતને પાકિસ્તાન પર હુમલો ન કરવાની સલાહ પણ આપી.

વાસ્તવમાં, વિજય દેવરકોંડા પહલગામ હુમલા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો ઉકેલ એ છે કે આતંકવાદીઓને શિક્ષિત કરવામાં આવે અને ખાતરી કરવામાં આવે કે તેમનું બ્રેઈન વોશ ન કરવામાં આવે. તેમને શું મળશે?' કાશ્મીર ભારતનું છે અને કાશ્મીરીઓ આપણા જ લોકો છે. 

કાશ્મીરના લોકો સાથે મારી સારી યાદો જોડાયેલી  છે 

આ મામલે વિજયે પોતાની ફિલ્મ ખુશીના શુટિંગના દિવસોને યાદ કરીને કહ્યું કે બે વર્ષ પહેલા સામંથા સાથે કાશ્મીરમાં ફિલ્મ ખુશીનું શુટિંગ કર્યું હતું. ત્યાંના લોકો સાથે મારી સારી યાદો જોડાયેલી છે. 

વિજયે પાકિસ્તાનની હાલત પર ટિપ્પણી કરી અને કહ્યું કે, 'પાકિસ્તાનીઓ પોતાના લોકોની સંભાળ પણ રાખી શકતા નથી. વીજળી અને પાણીના તો ઠેકાણા નથી. જો આવુંજ ચાલુ રહેશે, તો ત્યાંના લોકો પોતાની જ સરકાર પર હુમલો કરશે.'

આ પણ વાંચો: મારી માતા મુસ્લિમ અને પિતા બ્રાહ્મણ હતા, ક્યારેય વિચાર્યું નહોતું કે સંસ્કાર જ ઘા બની જશે: મહેશ ભટ્ટ

500 વર્ષ પહેલાના આદિવાસીઓની જેમ વર્તે છે પાકિસ્તાન 

આ મામલે અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'પાકિસ્તાન જે રીતે લડે છે, તે 500 વર્ષ પહેલાના આદિવાસીઓની જેમ વર્તે છે.' હિન્દુ-મુસ્લિમ પર, અભિનેતાએ કહ્યું કે, 'દરેકે એકતાથી રહેવાની અને એકબીજાને પ્રેમ કરવાની જરૂર છે. આથી સાથે રહીને આગળ વધો. અને શિક્ષણને મહત્ત્વ આપો.'

'વીજળી અને પાણીના તો ઠેકાણા નથી...', પાકિસ્તાન પર ભડક્યો વિજય દેવરકોંડા 2 - image

Tags :