અવર બેબી કમિંગ સૂન : મમ્મી-ડેડી બની રહ્યાની આલિયા-રણબીરની જાહેરાત
- લગ્નના અઢી માસમાં જ કપૂર-ભટ્ટ ખાનદાનમાં ગૂડ ન્યૂઝ
- બોલીવૂડ હરખના હિલ્લોળે: દાદી નીતુ, ફઈ રિદ્ધિમા, કરણ જોહર, પ્રિયંકા ચોપરા સહિતના બોલીવૂડ સેલેબ્સએ અભિનંદન અને વ્હાલની વર્ષા કરી
મુંબઇ : લગ્નને હજુ ત્રણ મહિના પણ પૂરા થાય તે પહેલાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેઓ પેરેન્ટસ બની રહ્યાની જાહેરાત કરી છે. અવર બેબી કમિંગ સૂનના કેપ્શન સાથે આલિયાએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર સોનોગ્રાફી કરાવતી તસવીર શેર કરી હતી. આલિયાની આ જાહેરાત સાથે જ સમગ્ર બોલીવૂડ હરખના હિલ્લોળે ચઢ્યું હતું. દાદી નીતુ કપૂર, ફઈ રિદ્ધિમાં, આલિયાના ડેડી તરીકેની ફરજ બજાવતા કરણ જોહર સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીએ આ કપલ પર અભિનંદનોનો વરસાદ કર્યો હતો.
ગત એપ્રિલની ૧૪મી તારીખે આલિયા અને રણબીરનાં લગ્ન થયાં હતાં. તે પછી તેમણે બહુ ઝડપથી તેમણે પોતે માં-બાપ બની રહ્યાની જાહેરાત કરતાં લોકોએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું.
આ સાથે જ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારમાં આનંદનો માહોલ છવાઇ ગયો છે. નીતુ કપૂર એક સેટ પર હતી ત્યારે તસવીરકારોએ નીતુને દાદી,દાદી કહીને સંબોધી હતી. પછી તેણે કહ્યુ હતુ કે, હવે તે પોતાના પુત્રની આગામી ફિલ્મ શમશેરાની રાહ જોઇ રહી છે.
આલિયાને પોતાની દીકરી માનતા કરણ જોહરે સોશ્યલ મીડિયા પર રણબીર-આલિયાના લગ્નની એક તસવીર શેર કરીને ઉનકે લિયે બહુત પ્યાર, મેરા બચ્ચા મા બનને જા રહા હૈ, મેં અપની ભાવના વ્યક્ત નહીં કર સકતા...બહુ ઉત્સાહિત હું, લવ યૂ દોનો.
નીતૂ અને રિદ્ધીમા કપૂરે સોશ્યલ મીડિયા પર આલિયાઅને રણબીરને હેશટેગ કરતાં તેમણે શેર કર્યુ ંહતું કે, મેરેે બચ્ચોં કે યહાં બચ્ચા આ રહા હૈ, મેં તુમ દોનો કો બહુત પ્યાર કરતી હું.આલિયાની માતા સોની રાઝદાને કહ્યું હતું કે મારી પાસે મારી ખુશી વર્ણવવા માટે શબ્દો નથી. આલિયા-રણબીરના પેરન્ટસ બનવાની વાતમાં સૌથી રસપ્રદ તો એ છે કે, ફરાહ ખાન આ વાત પહેલાથી જ જાણતી હતી. એક રિયાલિટી શોના સેટ પર આ સમાચાર આવતાં જ ફરાહ ખાને મુઝે યહ પહેલે સે માલૂમ થા, તેવીપ્રતિક્રિયા આપી હતી.
પ્રિયંકા ચોપડા સૌથી વધુ ખુશ થઇ હતી,તેણે લખ્યું હતું કે, બધાઇ હો પ્રિયે, યાર, મેં ઇન્તઝાર નહીં કર શકતી. જ્યાર અનુષ્કા ચોપરાએ મમ્મી-પાપા ક્લબમાં તમારું સ્વાગત છે એમ કહી અભિનંદન પાઠવ્યાં હતાં.
આ ઉપરાંત શશાંક ખેતાન, મૌની રોય, આકાંક્ષા રંજન, નોરા ફતેહી, ફરહાન અખ્તર, વાણી કપૂર, પરિણીતિ ચોપરા, ટાઇગર શ્રોફ, સૌફી ચૌધરી તેમજ અન્યોએ વધામણી આપી હતી.