વિક્રાંત મેસીની '12th Fail' થશે OTT પર રિલીઝ, ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાઈ હતી 50 કરોડ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News

વિક્રાંત મેસીની '12th Fail' થશે OTT પર રિલીઝ, ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાઈ હતી 50 કરોડ 1 - image

નવી મુંબઇ,તા. 26 ડિસેમ્બર 2023, મંગળવાર

12th Fail on OTT : આજકાલ બજારમાં OTTનો જ જમાનો છે. મોટાભાગે લોકો હવે એવરેજ કે સામાન્ય ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં નથી જતા પરંતુ OTT પર રીલિઝ થવાની રાહ જોતા હોય છે. તાજેતરમાં જ વિક્રાંત મેસીની થિયેટરમાં આવેલ એક હાર્ટ ટચિંગ સ્ટોરી સાથેની 12th Fail હવે OTT રીલિઝ માટે તૈયાર છે.

ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરા અને અભિનેતા વિક્રાંત મેસીની ‘12th Fail’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા બાદ દર્શકોને મનોરંજન પુરૂં પાડવા OTT પર લોન્ચ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકાર્યા બાદ જે ચાહકો આ ફિલ્મને થિયેટરમાં જોઈ શકયા નથી તેઓ ઘરે બેસીને આનંદ માણી શકશે. થિયેટરોમાં 50 દિવસ પૂરા કર્યા બાદ હવે ‘12th Fail’ હવે OTT પર પ્રીમિયર થશે. 

‘12th Fail’નું બોક્સ ઓફિસ કલેક્શન :

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિક્રાંત મેસી અને મેધા શંકર અભિનીત ‘12th Fail’'એ બોક્સ ઓફિસ પર રૂ. 50 કરોડથી વધુની કમાણી કરી હતી. 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ મુજબ, ‘12th Fail’એ વિશ્વભરમાં 65.98 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ક્યારે અને કેવી રીતે જોઈ શકશો 12th Fail ?

‘12th Fail’ આઈપીએસ ઓફિસર મનોજ શર્માના જીવન પર આધારિત ફિલ્મ છે. આ મૂવી 27 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ઓછા બજેટની આ ફિલ્મે બોક્સ ઓફિસ નોંધપાત્ર બિઝનેસ કર્યો હતો. થિયેટરમાં મોટી ફિલ્મોની ટક્કર છતા તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

‘12th Fail’ 29મી ડિસેમ્બર 2023ના રોજ OTT પર રિલીઝ થઈ રહી છે. દર્શકો આ મૂવી Disney Plus Hotstar પર જોઈ શકશે. OTT પ્લેટફોર્મે ‘12th Fail’ના ડિજિટલ પ્રીમિયરને લઈને સત્તાવાર પોસ્ટ પણ કરી છે. દર્શકો હવે વિક્રાંત મેસીના શાનદાર અભિનય અને વિધુ વિનોદ ચોપરાના શાનદાર ડાયરેકશનનો આનંદ તેમના ઘરે આરામથી માણી શકશે.


Google NewsGoogle News