Oscar 2024: ભારતીય આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈને આપી શ્રદ્ધાંજલિ
નવી મુંબઇ,તા. 11 માર્ચ 2024, સોમવાર
આજે અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં 96મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2024 યોજાઈ રહ્યો છે. આ વર્ષે એવોર્ડ શોના હોસ્ટ જીમી કિમેલ છે. આ વખતે ઓપેનહીમરને સૌથી વધુ ઓસ્કાર મળ્યા છે. આ ઉપરાંત, આ સમારોહમાં એક ઇન મેમોરીયમ સેગમેન્ટ પણ હતો. આ સેગમેન્ટમાં ઘણા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે, તેમાંથી એક ભારતીય આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ છે.
ઓસ્કારમાં નીતિન દેસાઈને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ
આ દરમિયાન, ફિલ્મ જગતના અન્ય ઘણા પ્રખ્યાત ચહેરાઓને તેમના વારસા માટે સ્ટેજ પર એક વીડિયો પ્લે કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓસ્કર 2024માં નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. નીતિન દેસાઈને માન આપીને તેમનો ફોટો થોડી સેકન્ડ માટે પ્લે કરવામા આવ્યો હતો અને જેમણે ફિલ્મી દુનિયામાં મોટું યોગદાન આપ્યું છે તેમના યોગદાન બદલ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેનો એક સુંદર વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
નીતિન દેસાઈનુ ગયા વર્ષે 2 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેમણે લાંબા સમય સુધી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. નીતિન દેસાઈએ ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું છે. આ લિસ્ટમાં આશુતોષ ગોવારીકર, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી અને સંજય લીલા ભણસાલી જેવા મોટા દિગ્દર્શકોના નામ સામેલ છે.
સાઉથ કોરિયન સ્ટારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
સાઉથ કોરિયા સ્ટાર દિવંગત સ્ટાર લી સન-ક્યૂનને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ઓસ્કર 2024 સ્ટેજ પર અભિનેતાની તસવીર સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. લી સન-ક્યુનનું 27 ડિસેમ્બર 2023 ના રોજ અવસાન થયું હતુ. અભિનેતાએ 48 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું.
આ સ્ટાર્સને પણ યાદ કરવામાં આવ્યા હતા
આ વખતે ઓસ્કાર 2024ના મેમોરીયમ સેગમેન્ટમાં નીતિન દેસાઈ અને લી સન ક્યૂન ઉપરાંત ફ્રેન્ડ્સ સ્ટાર મેથ્યુ પેરી, ટીના ટર્નર, રેયાન ઓ'નીલ, મ્યુઝિક ડિરેક્ટર રિચર્ડ લુઈસ, ગ્લેન્ડા જેક્સન, હેરી બેલાફોનેટ, પીવી હરમન, પોલ રૂબેન્સ, સિંગર બિલ લી, ચિતા રિવેરા, મેલિન્ડા ડિલન, નોર્મન જ્વિસન, પાઇપર લૌરી, જુલિયન સેન્ડ્સ, કાર્લ વેધર્સ, ટ્રીટ વિલિયમ્સ, બર્ટ યંગને પણ યાદ કરવામાં આવ્યા હતા.