ઓસ્કર વિજેતા મેકઅપ આર્ટિસ્ટે કંગનાને આપ્યો ઈન્દિરા ગાંધી લૂક
- કંગના ઈમરજન્સી નામની ફિલ્મ ખુદ દિગ્દર્શિત કરી રહી છે
- સુચિત્રા સેન, લારા, નવની પરિહારના ઈન્દિરા લૂક સાથે સરખામણી
મુંબઇ : કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં તેનો ઈન્દિરા લૂક રિલીઝ થતાંની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે. ૧૯૭૫માં લદાયેલી કટોકટી અને તે આસપાસની ઘટનાઓ અંગેની ફિલ્મ નું પ્રોડયૂસર અને દિગ્દર્શક કંગના ખુદ છે. ઈન્દિરા ગાંધીનો લૂક ધારણ કરવા હોલીવૂડના મેક અપ આર્ટિસ્ટ ડેવિડ મેલિનોવસ્કીની મદદ લીધી છે. ડેવિડને ૨૦૧૭માં ડાર્કેસ્ટ અવર ફિલ્મમાં મેક અપ અને હેર સ્ટાઈલ માટેનો ઓસ્કર એવોર્ડ મળી ચૂક્યો છે.
અગાઉ આંધીમાં સુચિત્રા સેન, મીડનાઈટ્સ ચિલ્ડ્રનમાં સરિતા ચૌધરી, ઈંદુ સરકારમાં સુપ્રિયા વિનોદ, ઠાકરેમાં અવંતિકા સરકાર પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં કિશોરી શહાણે અને બેલ બોટમમાં લારા દત્તા તેમજ ભૂજ ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયામાં નવની પરિહાર ઈન્દિરાનો રોલ ભજવી ચૂક્યાં છે.
રસપ્રદ રીતે કંગના થલાઈમાં જયલલિતા બની હતી તે ફિલ્મમાં પણ ઇન્દિરા ગાંધીનો એક સીન હતો. તે રોલ ફ્લોરા જેકબે ભજવ્યો હતો.
બેલ બોટમમાં લારા દત્તાના ઈન્દિરા લૂકની બહુ ચર્ચા થઈ હતી કારણ કે લારાનો ગ્લેમરસ ફેસ તદ્દન બદલીને તેને એ લૂક અપાયો હતો.