કારગીલ વોર પર ઓપરેશન સફેદ સાગર વેબ સીરિઝ બનશે
મુંબઇ: ૧૯૯૯માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલાં કારગિલ યુદ્ધ પર 'ઓપરેશન સફેદ સાગર' નામની વેબ સીરિઝ બનવાની છે. જાણીતી વેબ સીરિઝ 'અસૂર'ના સર્જક આની સેનને જ આ વેબ સીરિઝનું સુકાન સોંપાયું છે.
આ સીરિઝમાં ખાસ કરીને ભારતીય વાયુદળે કેવી રીતે આર્મીના સહયોગમાં રહીને અતિશય વિષમ હવામાન અને કપરા સંજોોગો વચ્ચે મિશન પાર પાડયું હતું તેની વાત હેવાશે. વિશ્વના સર્વોચ્ચ ઊંચાઈએ ખેડાયેલાં આ યુદ્ધમાં ભારતીય સૈન્યએ ૪૭ દિવસનું ઓપરેશન ચલાવી ભારતીય હદમાં ઘૂસેલા પાકિસ્તાનીઓને મારી ભગાડયા હતા. સીરિઝના કલાકારો તથા અન્ય બાબતો વિશે હવે પછી જાહેરાત કરાશે. ઉલ્લેખનીય છે કે કારગિલ વોર પર અગાઉ 'એલઓસી કારગિલ', 'લક્ષ્ય', 'ગુંજન સકસેના', 'શેરશાહ' સહિતની ફિલ્મો બની ચૂકી છે.