વરુણ તેજ અને માનુષી છિલ્લરની ફિલ્મ Operation Valentineનું દેશભક્તિથી ભરપૂર ટીઝર થયુ રિલીઝ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
વરુણ તેજ અને માનુષી છિલ્લરની ફિલ્મ Operation Valentineનું દેશભક્તિથી ભરપૂર ટીઝર થયુ રિલીઝ 1 - image


નવી મુંબઇ,તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર 

વરુણ તેજ અને માનુષી છિલ્લરની દેશભક્તિ દર્શાવતી ફિલ્મ 'ઓપરેશન વેલેન્ટાઈન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, ફિલ્મ એરફોર્સ પર આધારિત છે. આ ફિલ્મ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને ઘાતક હવાઈ હુમલાઓમાંના એકનો સામનો કરવા માટે એરફોર્સના સંઘર્ષને દર્શાવે છે. 

સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સ અને સંદીપ મુડ્ડાના રેનેસાં પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન શક્તિ પ્રતાપ સિંહ હાડાએ કર્યું છે. 

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો 'વંદે માતરમ' થી પ્રેરિત બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આ ફિલ્મ દર્શકોમાં દેશભક્તિની લાગણી જગાડશે. ફિલ્મની સ્ટોરી ફ્રન્ટલાઈન પર તૈનાત આપણા એરફોર્સના હીરોની બહાદુરી અને દેશની રક્ષા કરતી વખતે તેમની સામે આવતા ચેલેન્ઝ પર બેસ્ડ છે. આ ફિલ્મ આવતા વર્ષે 16 ફેબ્રુઆરીએ થિયેટરમાં  રિલીઝ થશે.

વરુણ-માનુષીનું વર્ક ફ્રન્ટ

વરુણ તેજના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'મટકા'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કરુણ કુમારે કર્યું છે જેમાં નોરા ફતેહી પણ જોવા મળશે. 'મટકા' તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે. માનુષી છિલ્લર છેલ્લે ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં વિકી કૌશલ સાથે જોવા મળી હતી.  હવે તે એક્શન ફિલ્મ 'તેહરાન'માં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે.



Google NewsGoogle News