સનમ તેરી કસમની સીકવલમાંથી મુખ્ય હિરો-હિરોઈનની જ બાદબાકી
મુંબઈ: મ્યુઝિકલ ફિલ્મ 'સનમ તેરી કસમ'ની સીકવલ હવે'જાનમ તેરી કસમ' નામે બની રહી છે. પરંતુ તેમાંથી મુખ્ય હિરો હર્ષવર્ધન રાણે તથા હિરોઈન માવરા હોકેનની બાદબાકી કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. આ ફિલ્મના દિગ્દર્શકો તરીકે રાધિકા રાવ અને વિનય સપ્રુને રીપિટ કરાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ફિલ્મ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે પરંતુ એટલું નક્કી છે કે સીકવલમાં હિરો હિરોઈન બદલાઈ જશે. સીકવલની સ્ટોરી પણ મ્યુઝિકલ હશે. આ માટે નિર્માતાઓ એવી હિરોઈનને શોધી રહ્યા છે જે સારી સિંગર પણ હોય.
'સનમ તેરી કસમ' ફિલ્મનાં ગીતો પોપ્યૂલર થયાં હતાં પરંતુ આ ફિલ્મ ટિકિટબારી પર ખાસ ચાલી ન હતી.