બિગ બોસની વધુ એક જોડી વચ્ચે પ્રેમ પાંગર્યો, રિલેશન કર્યા કન્ફર્મ, અભિનેત્રીને પસંદ નથી બોયફ્રેન્ડનો ગુસ્સો
Image: Instagram
Arbaz Patel Nikki Tamboli Relationship: 'બિગ બોસ મરાઠી 5' ની સ્પર્ધક નિક્કી તંબોલી અને તેનો બોયફ્રેન્ડ અરબાઝ પટેલ અત્યારે એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને બિગ બોસના ઘરમાં જ મળ્યા હતા. નિક્કી શો ની વિનર તો બની શકી નહીં પરંતુ લોકોના દિલને જીતી લીધા. નિક્કીએ બિગ બોસના ઘરનો અનુભવ જણાવ્યો અને તેના રિલેશનની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે વાત કરી. આ સાથે જ અભિજીતને લઈને અરબાઝના ગુસ્સા વિશે પણ જણાવ્યું.
નિક્કી અને અરબાઝે પોતાના સંબંધ પર મોહર લગાવી
નિક્કી તંબોલી અને અરબાઝ પટેલ બિગ બોસ મરાઠી 5 નો ભાગ રહી ચૂક્યા છે. બંનેએ શો ની અંદર ખૂબ સારું પ્રદર્શન કર્યું. હવે બંનેએ પોતાના રિલેશન પર મોહર લગાવી દીધી છે. તેમણે પોતાના સંબંધ વિશે વાત કરી છે અને જણાવ્યું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. નિક્કીએ જણાવ્યું કે તે ખૂબ રિઝર્વ ટાઈપના માણસ છે દરમિયાન તેમણે શરૂઆતમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નહીં.
અરબાઝને ગુસ્સા પર કંટ્રોલ નથી
અરબાઝે જણાવ્યું કે 'મને ગુસ્સો બહુ આવે છે. જ્યારે ઘરની અંદર મને અભિજીત અને નિક્કીની વચ્ચે નિકટતા જોઈ તો હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. હું એટલો ગુસ્સામાં હતો કે કંટ્રોલ જ કરી શક્યો નહીં અને ઘરની અંદર ખુરશી અને કિંમતી સામાન તોડી દીધો.' નિક્કીએ જણાવ્યું કે 'હું આ વાતને લઈને એટલી ડરી ગઈ હતી કે આઘાતમાં જ જતી રહી હતી.'
આ પણ વાંચો: ...તો જાણીતી અભિનેત્રીને પસંદ નથી કરવાચોથ', કહ્યું - ભૂખ્યાં કેમ રહીએ? DDLJ પર કહી આ વાત
અરબાઝે પોતાની લાગણી જણાવી
અરબાઝ પટેલે નિક્કીને લઈને પોતાની લાગણી વિશે વાત કરી અને જણાવ્યું કે 'જ્યારે મે અભિજીત અને નિક્કીની વચ્ચે નિકટતા જોઈ તો હું ખૂબ ગુસ્સે ભરાયો હતો. કોઈ પણ જો કોઈને પ્રેમ કરે છે તો તે પોતાના પ્રેમની પાસે કોઈ અન્ય પુરુષને સહન કરી શકતો નથી. તે મારી સાથે થયુ અને મે કાબૂ ગુમાવ્યો.'