Salman Khan Birthday : સલમાન ખાનના જન્મદિવસ પર ફિલ્મ જગતની હસ્તીઓએ પાઠવી શુભેચ્છા, ઘરની બહાર ઉમટી પડ્યા ફેન્સ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News

Salman Khan Birthday : સલમાન ખાનના જન્મદિવસ પર ફિલ્મ જગતની હસ્તીઓએ પાઠવી શુભેચ્છા, ઘરની બહાર ઉમટી પડ્યા ફેન્સ 1 - image

Image Source: Facebook

મુંબઈ, તા. 27 ડિસેમ્બર 2023 બુધવાર

સલમાન ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ચાહકોથી લઈને સેલિબ્રિટી સુધી તેમને બર્થડેની શુભકામના આપી રહ્યા છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ અને ચાહકો તેમના માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચૂક્યા છે. 

નીલ નિતિન મુકેશ- હેપ્પી બર્થડે ભાઈ

અભિનેતા નીલ નિતિન મુકેશે પ્રેમ રતન ધન પાયોના શૂટિંગ દરમિયાનની એક તસવીર શેર કરી સલમાન ખાનને બર્થ ડે વિશ કર્યું છે.

ભાગ્યશ્રીએ મિત્રને આપી શુભકામના

મૈને પ્યાર કિયામાં સાથે કામ કરી ચૂકેલી ભાગ્યશ્રીએ સલમાનને તેમના જન્મદિવસ પર કેપ્શન લખી શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યુ, મિત્રને પ્રેમ ભર્યો હેપ્પી બર્થ ડે.

કાજોલે સલમાનને ગણાવ્યા સુલ્તાન

સલમાન ખાન અને કાજોલની મિત્રતા ખૂબ જૂની છે. ઘણી ફિલ્મોમાં બંને સાથે કામ કરી ચૂક્યા છે. અભિનેત્રીએ કુછ કુછ હોતા હૈ ના એક ફોટોની સાથે એક્સ પર સલમાનને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. તેમણે અભિનેતાને સુલ્તાન ગણાવ્યા છે.

કરણ જોહરે શેર કરી ઈમોશનલ નોટ

કરણ જોહરે ઈમોશનલ નોટ લખીને સલમાન ખાનને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં ફિલ્મકારે કુછ કુછ હોતા હૈ માં કામ કરવા માટે અભિનેતાનો આભાર વ્યક્ત કર્યો છે.

બોબી દેઓલે કહ્યુ- મામૂ આઈ લવ યૂ

સલમાન ખાનના જન્મદિવસ પર તેમના નજીકના મિત્ર બોબી દેઓલે અભિનેતાને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી લખ્યુ, 'મામૂ આઈ લવ યૂ'

પોલીસે લગાવ્યા બેરિકેડ

સલમાન ખાને જન્મદિવસની શુભકામના આપવા માટે ચાહકો સતત તેમના ઘરની બહાર એકઠા થઈ રહ્યા છે. દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસ પણ સંપૂર્ણપણે નજર રાખી રહી છે. અભિનેતાના ઘરે બેરિકેડ લગાવીને રાખવામાં આવ્યા છે. દેશમાં સલમાન ખાનના લાખો ચાહકો છે. અભિનેતાની ફિલ્મોની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાઈજાનના જન્મદિવસ પર આજે ચાહકોની ભીડ તેમના ઘરની સામે જોવા મળી.

સલમાનના જન્મદિવસ પર ચાહકો ઉત્સાહિત, ગેલેક્સીની બહાર એકઠી થઈ ભીડ

સલમાન ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ચાહકોથી લઈને સેલિબ્રિટી સુધી તેમને બર્થડેની શુભકામનાઓ આપી રહ્યા છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ અને ચાહકો તેમના માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચૂક્યા છે.  


Google NewsGoogle News