Get The App

સલમાન ખાન સાથે લગ્ન કરવા મુદ્દે અમીષા પટેલે કહ્યું- દુનિયા સુંદર લોકોને સાથે જોવા માંગે છે

Updated: Jan 30th, 2025


Google News
Google News
સલમાન ખાન સાથે લગ્ન કરવા મુદ્દે અમીષા પટેલે કહ્યું- દુનિયા સુંદર લોકોને સાથે જોવા માંગે છે 1 - image


Image: Facebook

Ameesha Patel: અમીષા પટેલે તાજેતરમાં જ સલમાન ખાનની સાથે પોતાના લગ્નની સંભાવનાને લઈને ચાહકોના મનમાં ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો. અમીષાએ જણાવ્યું કે ટ્વિટર પર અમુક ચાહકોએ મને કહ્યું હતું કે સલમાન સાથે લગ્ન કરી લઉં અને સુંદર બાળકોને જન્મ આપું. 

સલમાન ખાન અને અમીષા પટેલ બંનેએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. અમીષાએ કહ્યું, 'ચાહકોએ તાજેતરમાં જ આસ્ક મી ટ્વીટર ચેટ પર મને એ સવાલ પૂછ્યો અને કહ્યું કે તે એલિજિબલ છે, તમે એલિજિબલ છો, તમે ખૂબ સારા દેખાવ છો, પ્લીઝ તેની સાથે લગ્ન કરી લો અને સુંદર બાળકોને જન્મ આપો. 

જ્યારે ઋતિકે પોતાના લગ્ન જાહેર કર્યાં તો લોકોને સારું લાગ્યું નહીં

અમીષા એ જણાવતાં હસી અને કહ્યું 'અને હું વિચારતી હતી કે વાહ, શું શ્રેષ્ઠ રીજન છે. મને લાગે છે કે દુનિયા સુંદર લોકોને એક સાથે આવતાં જોવાનું પસંદ કરે છે. તે મને અને ઋતિકને કહો ના પ્યાર હે બાદ સાથે આવતાં જોવા ઈચ્છતાં હતાં અને જ્યારે તેણે પોતાના લગ્નને લઈને જાહેરાત કરી તો લોકોનું દિલ તૂટી ગયું. તે કહેવા લાગતા હતાં કે આવું ન થઈ શકે.'

આ પણ વાંચો: જાણીતા કોમેડિયને બિગ બીની સંપત્તિમાં માગ્યો હિસ્સો, સૂર્યવંશમ અંગે ટ્રોલ કરતાં અમિતાભ ખડખડાટ હસ્યા

લગ્ન માટે તૈયાર છું પરંતુ મને યુવક મળી રહ્યો નથી

ગયા વર્ષે જૂનમાં જ્યારે એક ચાહકે અમીષા અને સલમાન ખાન બંનેના અત્યાર સુધી લગ્ન ન થવાની મજાક ઉડાવી હતી અને પૂછ્યું કે શું તેમના લગ્નના બંધનમાં બંધાવાની શક્યતા છે? અમીષાએ મજાક કરતાં પૂછ્યું પણ હતું, 'સલમાને લગ્ન કર્યાં નથી અને મે પણ તો શું તમને એ લાગે છે કે અમારે લગ્ન કરી લેવા જોઈએ? લગ્ન વિશે કહેવાનો તમારો હેતું શું છે, લગ્ન કે ફિલ્મ પ્રોજેક્ટ?' હું લગ્ન માટે લાંબા સમયથી તૈયાર છું પરંતુ મને યુવક મળી રહ્યો નથી. 

આ તમારા સારા કામનો પુરાવો છે

અમીષાએ આગળ કહ્યું, 'સારી વાત એ છે કે જ્યારે સ્ક્રીન પરના તમારા પાત્રને લોકો ઓફ-સ્ક્રીન પણ આટલું મહત્ત્વ આપે છે અને તે ઈચ્છે છે કે આ હકીકતમાં થઈ જાય તો સમજો કે તમે સારું કામ કર્યું છે. આ તમારા સારા કામનો પુરાવો છે કે તમે સારા પરફોર્મ દ્વારા શ્રેષ્ઠ કેમેસ્ટ્રી દ્વારા એક સ્ક્રિપ્ટ લખી શકો છો કે તમને ખબર છે કે આ જોડી એકબીજા માટે છે.'

'યે હે જલવા' માં સલમાન અને અમીષા આવ્યા હતા નજર

અમીષા પટેલ અને સલમાન ખાને 'યે હે જલવા' (2002) માં સાથે કામ કર્યું. ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહીં પરંતુ દર્શકોએ તેમની જોડીને પસંદ કરી હતી. તાજેતરમાં જ અમીષા સની દેઓલની સાથે ગદર 2 માં નજર આવી.

Tags :
Salman-KhanAmeesha-Patel

Google News
Google News