જૂના પ્રેમીઓ શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર ગળે મળ્યાં

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
જૂના પ્રેમીઓ શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર ગળે મળ્યાં 1 - image


- ચાહકોએ કહ્યું આ તો આશિકી ટૂનું રિયુનિયન થયું 

- ગણેશ દર્શન વખતે અનાયાસે સામસામે આવી જતાં  બધી કડવાશ ભૂલી એકબીજાને હગ કર્યું

મુંબઈ: જૂનાં પ્રેમીએ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરે જૂની કડવાશ ભૂલીને એકબીજાને જાહેરમાં હગ કરતાં તેનો વીડિયો વાયરલ થયો છે. બંનેના ચાહકોએ તેમનાં આ પુનર્મિલનને 'આશિકી ટૂ'  રિયુનિયન ગણાવ્યું હતું.

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ટી સીરીઝના ગણપતિના દર્શને આવ્યાં હતાં ત્યારે અનાયાસે સામસામે આવી ગયાં હતાં. બંનેએ એકદમ જ જૂની કડવાશ ભૂલાવી  દીધી હતી અને એકબીજાને બહુ પ્રેમપૂર્વક હગ કર્યું હતું. આ દ્રશ્ય નજરે જોનારા લોકોએ ભારે અચંબો અનુભવ્યો હતો.

આદિત્ય અને શ્રદ્ધા બંનેએ પોતપોતાની કારકિર્દી ફલોપ ફિલ્મોથી શરૂ કરી હતી. પરંતુ,  બંનેને 'આશિકી ટૂ'  ફિલ્મથી જબ્બર સફળતા મળી હતી. એ જ અરસામાં બંને વચ્ચે ડેટિંગ શરૂ થયું હોવાનું પણ કહેવાતું હતું. જોકે, થોડા સમયમાં જ તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. આદિત્ય હાલ અનન્યા પાંડે સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે જ્યારે શ્રદ્ધા કપૂર રોહન શ્રેષ્ઠા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ તેની સાથે પણ તેનું બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેવાય છે. બંનેએ 'આશિકી ટૂ' પછી 'ઓકે જાનુ'  નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું પરંતુ તે ફિલ્મ ખાસ ચાલી ન હતી. 

બંનેને પ્રેમથી હગ કરતાં જોઈ ચાહકો રાજી થઈ ગયા હતા. લોકોએ લખ્યું હતું કે આ બંનેને તત્કાળ કોઈ સાથે સાઈન કરો. તેમની જોડી જબ્બર જામે છે. કોઈએ લખ્યું હતું કે આ દ્રશ્ય જોવા માટે આંખો તરસી ગઈ હતી. 

કોઈએ લખ્યું હતું કે અનન્યા પાંડે પર કોઈ જોખમ તો નથી ને. લોકોએ આરોહી... આરોહી...એવું શ્રદ્ધાનાં ઓન સ્ક્રીન નામની કોમેન્ટ પણ કરી હતી અને લખ્યું હતું કે હજુ પણ આરોહીની આંખમાં રાહુલ માટે પ્રેમ દેખાય છે.


Google NewsGoogle News