ઓડિશાની જાણીતી સિંગરનું 27 વર્ષની વયે નિધન, પરિવારે લગાવ્યો ઝેર આપવાનો આરોપ
Image : Instagram |
Odisha Singer Ruksana Bano Dies : મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓડિશાની જાણીતી સંબલપુરી સિંગર રૂકસાના બાનોનું અવસાન થયું છે. 27 વર્ષીય સિંગર છેલ્લા 15 દિવસથી ભુવનેશ્વર AIIMSમાં પોતાના જીવન માટે લડી રહી હતી, અંતે તેને ગત બુધવારે (18 સપ્ટેમ્બર) અંતિમ શ્વાસ લીધા હતા. રૂકસાનાના નિધનથી તેના ચાહકો અને કમ્યુનિટીના લોકો આઘાતમાં છે.
ઝેર આપીને મારી નાખવામાં આવી
સિંગરના પરિવારે દાવો કર્યો હતો કે, 'રુકસાનાને પશ્ચિમ ઓડિશાના અન્ય સંબલપુરી સિંગરે ધીરે-ધીરે ઝેર આપીને મારી નાખવામાં આવી છે. રૂકસાના પહેલા પણ ધમકીઓ મળી હતી.' રુકસાના બહેને કહ્યું કે, 'મારી બહેનને શૂટિંગ દરમિયાન આપવામાં આવેલા જ્યૂસ પીધા પછી તે બિમારી થઈ હતી.' સમગ્ર મામલે સિંગરના માતાએ ન્યાયની પૂકાર કરી હતી.
શૂટિંગ દરમિયાન રુકસાના બિમાર થઈ હતી
મળતી માહિતી પ્રમાણે, 15 દિવસ પહેલા શૂટિંગ દરમિયાન રુકસાના બિમાર થઈ હતી. આ પછી 27 ઑગસ્ટે તેને ભવાનીપટનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેને બોલનગીર ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને પછી બારગઢની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તબિયતમાં સુધારો ન આવતા રૂકસાનાને ભુવનેશ્વરની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દિગ્ગજ અભિનેતાને જોતાં આરાધ્યાએ જોડ્યા હાથ, વીડિયો જોઈ લોકોએ કહ્યું- ઐશ્વર્યાએ આપ્યા છે સારા સંસ્કાર
બારગઢની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે શું કહ્યું?
બારગઢની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે રૂકસાનાને સ્ક્રબ ટાયફસ હોવાનું જણાવ્યું હતું. તેને ન્યુમોનિયા, લીવરમાં ઈન્ફેક્શન, હાર્ટ પ્રોબ્લેમ બિમારી હતી. જ્યારે સિંગરના મોતની ઘટનાને લઈને એમ્સના અધિકારીઓ દ્વારા કોઈ ઓફિસિયલ જાણકારી આપવામાં આવી નથી.