શિલ્પા શેટ્ટીએ ભૂવનેશ્વરના મંદિરમાં મોટી ભૂલ કરતા વિવાદ, બે લોકો પર સંકટ, જાણો મામલો
Shilpa Shetty Controversy: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિવાદ ઉભો થયો છે. ઓડિશાના ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર પ્રશાસને શિલ્પાની મંદિરમાં જતી તસવીર અને વીડિયો વાઈરલ થયા બાદ એક સેવાદાર અને એક અધિકારીને કારણ જણાવો નોટિસ આપી છે. હકીકતમાં મંદિરની અંદર ફોટા ક્લિક કરવા પર પ્રતિબંધ છે, પરંતુ એક્ટ્રેસનો મંદિર જતો ફોટો પાડવામાં આવ્યો છે.
મંદિર પ્રશાસને માગ્યો જવાબ
તસવીર સામે આવ્યા બાદ શ્રદ્ધાળુઓમાં ખૂબ જ નારાજગી છે. જ્યારબાદ મંદિર પ્રશાસને આ પગલું ભર્યું છે. પ્રશાસને સવાલ કર્યો કે, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને મંદિર પરિસરમાં ફોટો પાડવા અને વીડિયો બનાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી, જોકે ત્યાં ફોટો પાડવા કે વીડિયો બનાવવાની મંજૂરી નથી.
એવું કહેવાય છે કે, સોમવારે શિલ્પા શેટ્ટી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હતી. આ દરમિયાન સાંજે તે લિંગરાજ મંદિરના દર્શન કરવા પહોંચી હતી. જ્યાંથી તેની તસવીર સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો.
એક્ટ્રેસ સાથે સેવાદારની તસવીર પણ થઈ વાઈરલ
આ મુદ્દે ભુવનેશ્વરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અને મંદિર પ્રશાસનના પ્રભારી રૂદ્ર નારાયણ મોહંતીએ જાણકારી આપી કે, 'અમારા ધ્યાનમાં આવ્યું કે, શિલ્પા શેટ્ટીની તસવીર વાઈરલ થઈ છે. અમે આ મામલે એક સેવાદાર અને એક સુપરવાઇઝરને કારણ જણાવો નોટિસ આફી છે અને તેમને સાત દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા પણ કહ્યું છે. સેવાદાર અને એક સુપરવાઇઝર બંનેને એક્ટ્રેસ સાથે તસવીરમાં જોવા મળ્યા હતાં.
મંદિરમાં ફોટો પાડવા પર પ્રતિબંધ
વળી, સ્થાનિક ધારાસભ્ય બાબુ સિંહે પણ આ વાત પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, મંદિરમાં ફોટો પડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એવામાં સવાલ ઉભો થાય છે કે, પ્રતિબંધ છતાં મંદિર પરિસરમાં કેમેરા અથવા મોબાઇલ ફોન કેવી રીતે લઈ જવામાં આવ્યો. જ્યારે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ મંદિરમાં આવે છે, ત્યારે પણ કેમેરા લઈ જવાની મંજૂરી નથી હોતી. મંદિરમાં આવનાર તમામ ફેમસ હસ્તિઓને મંદિરની અંદર મોબાઇલ ફોન ન લઈ જવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ભૂલ થઈ રહી છેય આવી ઘટનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.