Israel vs Hamas Conflicts | યુદ્ધ વચ્ચે બોલીવૂડને આંચકો, અભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ

તેમની ટીમના એક સભ્યએ આ વાતની પુષ્ટી કરી

કોઈ બેઝમેન્ટમાં આશ્રય લીધો હોવાના અહેવાલ

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
Israel vs Hamas Conflicts | યુદ્ધ વચ્ચે બોલીવૂડને આંચકો, અભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ 1 - image

image : Twitter


Israel vs Hamas War updates | ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના (Israel vs Hamas Conflicts ) ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બોલીવૂડ માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અભિનેત્રી નુસરત ભરુચા (bollywood actress nushrratt bharuccha) ઈઝરાયલમાં ફસાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. તેમની ટીમના એક સભ્યએ આ વાતની પુષ્ટી પણ કરી હતી. 

શનિવાર બપોરથી સંપર્ક થયો નથી 

મીડિયા સાથે માહિતી શેર કરતાં તેમની ટીમના એક સભ્યએ જણાવ્યું કે નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Haifa International Film Festival) માં ભાગ લેવા માટે ત્યાં પહોંચી હતી. તેમની ટીમ દ્વારા અપાયેલા મેસેજ અનુસાર છેલ્લી વાર જ્યારે તેમનો સંપર્ક કરાયો ત્યારે તે એક બેઝમેન્ટમાં હતી અને સુરક્ષિત હતી. 

કોઈ બેઝમેન્ટમાં છુપાઈ હોવાના અહેવાલ 

સુરક્ષા ઉપાયો કારણસર વધારે માહિતી શેર કરી શકાય તેમ નથી. જોકે ત્યારથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ટીમના સભ્યોએ કહ્યું હતું કે અમે તેમનો સંપર્ક સાધી શકી રહ્યાનથી. અમે તેમને પાછા ભારત લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે સ્વસ્થ અને સુરક્ષિત વતન વાપસી કરશે. 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકર્યો 

અત્યાર સુધીમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઈઝરાયલના કુલ 300થી વધુ નાગરિકો મોતને ભેટી ચૂક્યા છે જ્યારે ગાઝામાં જાનહાનિનો આંકડો 230 પર પહોંચ્યો છે. ઈઝરાયલે યુદ્ધનો આરંભ કરી દીધો છે. 

Israel vs Hamas Conflicts | યુદ્ધ વચ્ચે બોલીવૂડને આંચકો, અભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ 2 - image


Google NewsGoogle News