હવે આવી દેખાય છે ધૂમ અને ગોલમાલની અભિનેત્રી રિમી સેન, બદલાયેલો લુક જોઈ ફેન્સ ચોંકયા
Actress Rimi Sen Visits Ujjain: બોલિવૂડ અભિનેત્રી રિમી સેન મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલના દર્શન કરવા પહોંચી. જ્યાં સોમવારે મંદિરમાં શીશ ઝૂકાવ્યા બાદ તે શિવ સાધના કરતી દેખાઈ હતી. રિમી સેનના ઘણાં વીડિયો અને તસવીરો સામે આવ્યા છે, જેમાં તે મહાકાલની ભક્તિમાં ડૂબેલી દેખાઈ રહી છે. આ તસવીરોમાં તે નંદી હોલમાં બેસીને શિવ સાધના કરી રહી છે. આ દરમિયાન તેના માથા પર કંકુનું તિલક, મહાકાલના નામનો લાલ રંગનો ખેસ છે.
આ પણ વાંચો: શિવજીની શરણમાં સારા અલી ખાન, 2025ના પ્રથમ સોમવારે આ મંદિરમાં કર્યા દર્શન, જુઓ Photos
અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણી વખત પોસ્ટ ચાહકો સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીએ મહાકાલ મંદિરમાં દર્શન-પૂજનની એક તસવીરને શેર કરતાં કેપ્શનમાં લખ્યું, 'આજે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન.' આ તસવીરમાં તે મંદિરના પૂજારી સહિતના સ્ટાફને મળીને પ્રસાદ લેતી નજરે પડી હતી.
રિમી સેને પૂજા-અર્ચના કરી
સુંદર અને સ્ટાઈલિશ અભિનેત્રી પોતાના લુક્સને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધૂમ, ગરમ મસાલા, ગોલમાલ, બાગબાન, દીવાને હુએ પાગલ, ફિર હેરા ફેરી અને જોની ગદ્દાર, દે તાલી, સંકટ સિટી, હોર્ન ઓકે પ્લીઝ, થેન્ક યુ અને શાગિર્દ જેવી સફળ ફિલ્મો આપનારી અભિનેત્રીએ તાજેતરમાં જ પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાની અફવા પર મૌન તોડતાં ચાહકોને જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયા પર તેની અમુક તસવીરો વાયરલ થઈ રહી હતી જેમાં તેના બદલેલા લુકને લઈને યુઝર્સે દાવો કર્યો કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. રિપોર્ટ અનુસાર એક્ટ્રેસે તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે ફિલર્સ, બોટોક્સ અને પીઆરપી ટ્રીટમેન્ટ કરાવી છે. રિમી સેને વર્ષ 2016માં બાયોપિક 'બુધિયા સિંહ- બોર્ન ટુ રન' ને પ્રોડ્યુસ કરી. આ ફિલ્મને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા હતા.