હવે અજયની 'દેદે પ્યાર દે' ફિલ્મનો પણ બીજો ભાગ આવશે
- અજય દેવગણ સિકવલના ચક્કરમાં જ વ્યસ્ત
- રકૂલ તથા તબુ સાથે આવતા મહિને શૂટિંગ શરુ થશે, આગામી વર્ષે રીલીઝ કરવાનું પ્લાનિંગ
મુંબઇ : 'દ્રશ્યમ' તથા 'સિંઘમ' જેવી ફિલ્મોની રિમેક અને ફ્રેન્ચાઈઝીમાં મળેલી સફળતાના કારણે અજય દેવગણ વધુને વધુ સિકવલ તરફ વળી રહ્યો છે. તેની અન્ય એક ફિલ્મ 'દે દે પ્યાર દે 'ની પણ સિકવલ આવવાની છે.
આ ફિલ્મમાં તબુ અને રકૂલ પ્રિત સિંઘ તેના સહ કલાકાર હશે ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરુ થશે જ્યારે આવતાં વર્ષે એપ્રિલમાં રીલીઝનું પ્લાનિંગ છે. ફિલ્મનું દિગ્દર્શન અંશુલ શર્મા કરશે.
અજય દેવણને સંખ્યાબંધ ફિલ્મની રિમેક, સિકવલ અને એડેપ્શનમાં જ ઝાઝી સફળતા મળી છે. આથી, તે મૌલિક વિષયો હાથ ધરવાનું જોખમ ભાગ્યે જ લે છે.
' દે દે પ્યાર દે ' અગાઉ ૨૦૧૯માં રીલીઝ થઈ હતી ત્યારે પણ ખાસ સફળ રહી ન હતી.
જોકે, ફિલ્મની ટીમના દાવા અનુસાર આ ફિલ્મે કુલ ૧૦૦ કરોડની કમાણીનો આંક વટાવ્યો હતો.