હવે રાજકુમાર રાવને ઉજ્જવલ નિકમની બાયોપિકની ઓફર
- આમિરની જગ્યાએ નવા કલાકારની શોધ
- જોકે ,સ્ત્રીની સફળતા બાદ રાજકુમાર રાવ વ્યસ્ત હોવાથી ડેટ્સની મુશ્કેલી
મુંબઈ : એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા માટે હવે રાજકુમાર રાવનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અગાઉ આ ભૂમિકા આમિર ખાન કરવાનો હતો. પરંતુ, આમિર ખાને હવે આ ફિલ્મ છોડી દીધી છે.
આ ભૂમિકા માટે બહુ જ પાકટ અભિનેતાની જરુર હોવાથી નિર્માતાઓ એ રાજકુમાર રાવનો સંપર્ક કર્યો છે. જોકે, રાજકુમાર રાવ 'સ્ત્રી ટૂ'ની સફળતા પછી બહુ વ્યસ્ત થઈ ગયો છે. વધુમાં તે પોતાના એક એક રોલની તૈયારી માટે પુષ્કળ સમય ફાળવતો હોય છે. આ જોતાં રાજકુમાર રાવ આ ઓફર સ્વીકારશે કે કેમ તે અંગે અટકળો સેવાઈ રહી છે.
અગાઉ આ ફિલ્મ સ્ક્રિપ્ટના મુદ્દે અટકી હતી. આમિર ખાનને શરુઆતનો ડ્રાફ્ટ પસંદ પડયો ન હતો અને તેણે સ્ક્રિપ્ટમાં બહુ ફેરફારો કરાવ્યા હતા. હવે આમિર પોતે આ પ્રોજેક્ટ છોડી ચૂક્યો છે તે પછી કાસ્ટિંગના મુદ્દે ફિલ્મ અટવાઈ રહી છે.