હવે પલક પણ ભૂલભૂલૈયા થ્રી માટે કાતકની હિરોઈનની હોડમાં
- અગાઉ સારા અલી ખાનનું નામ ચાલ્યું હતું
- કિસી કા ભાઈ કિસી કી જાન ફલોપ ગયા પછી પલક સારી ફિલ્મ માટે ફાંફા મારે છે
મુંબઈ : કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ભૂલભૂલૈયા થ્રી માટે હવે હિરોઈન તરીકે ટીવી એકટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનું નામ વહેતું થયું છે. ભૂલભૂલૈયા ટૂમાં કિયારા અડવાણી કાતકની હિરોઈન હતી.જોકે, પાર્ટ થ્રી માટે કિયારાના સ્થાને સારા અલી ખાનની પસંદગી કરવામાં આવી છે તેવી વાત ફેલાઈ હતી. કાતક અને સારા જૂનાં પ્રેમીઓ છે. બ્રેક અપ પછી તેમની વચ્ચે ખટાશ આવી હતી. પરંતુ, થોડા સમય પહેલાં સારાએ યોજેલી પાર્ટીમાં કાતકે હાજરી આપી પેચ અપ કરી લીધું હતું. આથી, સારા અને કાતક એક જોડી તરીકે સાહજિક પસંદગી હોઈ શકે તેમ મનાતું હતું. પરંતુ, હવે આ હોડમાં પલક તિવારીનું નામ ઉમેરાયું છે.
પલકે સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાનમાં કામ કર્યું હતું. પરંતુ, આ ફિલ્મ સદંતર ફલોપ ગઈ હતી. આ ફિલ્મમાં પલકની હાજરીની નોંધ પણ લેવાઈ ન હતી. ત્યારથી પલક કોઈ સારી ફિલ્મ માટે ફાંફા મારે છે અને તે ભૂલભૂલૈયા થ્રી માટે ઓડિશન પણ આપી ચુકી હોવાનું કહેવાય છે. પલક હાલ સોશિયલ મીડિયા પર જુદી જુદી પાર્ટી તથા ઈવેન્ટસમાં હાજરીના કારણે વધારે જાણીતી છે.
સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે તેનું અફેર ચાલતું હોવાની અફવા છે. બીજી તરફ તે તાજેતરમાં જાહ્વવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના ભાઈ વીર પહાડિયા સાથે પણ એક ફિલ્મમાં જોવા મળી હતી.