'હવે મારા સંતાનો મારી સાથે નમ્રતાથી વર્તન કરશે...', શાહરૂખ ખાને સુહાના અને આર્યનને લઈને કહી દીધી આ વાત

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
'હવે મારા સંતાનો મારી સાથે નમ્રતાથી વર્તન કરશે...', શાહરૂખ ખાને સુહાના અને આર્યનને લઈને કહી દીધી આ વાત 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 27 ડિસેમ્બર 2023 બુધવાર

શાહરૂખ ખાન અત્યારે પોતાની ફિલ્મ 'ડંકી'ની સક્સેસ એન્જોય કરી રહ્યા છે. આ વર્ષની ત્રીજી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ હવે શાહરૂખે પોતાના બાળકોના કરિયર પર ચર્ચા કરી છે. તેમણે જણાવ્યુ કે સુહાના ખાન અને આર્યન ખાને પોતે આ શો બિઝનેસમાં આવવાનો નિર્ણય લીધો છે.

શાહરૂખ ખાને સુહાના અને આર્યનને લઈને કહી આ વાત

કિંગ ખાને પોતાના બાળકોને ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવા અંગે શુભકામનાઓ આપી છે. કિંગ ખાને પોતાના બંને બાળકોના ફિલ્મી કરિયર વિશે ચર્ચા કરતા કહ્યુ કે મે કે ગૌરીએ ક્યારેય સુહાના કે આર્યનને આ પ્રોફેશનમાં આવવા માટે કહ્યુ નથી. આ તેમનો પોતાનો નિર્ણય હતો.

મારા પરિવારે હંમેશા મારો સપોર્ટ કર્યો

ડંકી સ્ટાર શાહરૂખ ખાને આગળ પણ કહ્યુ કે ઘણી વખત એવુ થયુ છે કે એક્ટર તરીકે મે જ્યારે કોઈ નિર્ણય લીધો હોય. મારો પરિવાર હંમેશા મારી સાથે ઊભો રહ્યો છે. ભલે મારા પરિવારના લોકોને મારી પરિસ્થિતિ સમજાઈ ન હોય તેમ છતાં તેમનો સંપૂર્ણ સપોર્ટ મને મળ્યો છે.

હવે મારા સંતાનો મારી સાથે નમ્રતાથી વર્તન કરશે

શાહરૂખ ખાને કહ્યુ કે મને ખુશી એ વાતની છે કે હવે મારા બંને બાળકો આ શો બિઝનેસનો ભાગ બનવા જઈ રહ્યા છે. હવે તેઓ મારી ભાવનાઓને સારી રીતે સમજશે અને મારી સાથે નમ્રતાથી વર્તન કરશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુહાના ખાને જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મને દર્શકોની તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. સુહાના ખાનની એક્ટિંગને પણ ખૂબ વખાણવામાં આવી છે. શાહરૂખનો મોટો પુત્ર આર્યન ખાન પણ બોલીવુડમાં પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.


Google NewsGoogle News