હવે આલિયા ભટ્ટને પણ હોરર કોમેડી ફિલ્મ કરવાની ચાનક
- સ્ત્રી ટૂના સર્જકોની ફિલ્મમાં કામ કરશે
- ચામુંડા એવું હંગામી ટાઈટલ ધરાવતી ફિલ્મ હાલ સ્ક્રિપ્ટ રાઇટિંગના તબક્કે
મુંબઇ : 'સ્ત્રી ટૂ' અને 'ભૂલભૂલૈયા થ્રી' જેવી હોરર કોમેડી ફિલ્મો સફળ થતાં હાલ બોલીવૂડના દર બીજા કલાકાર અને નિર્માતા આવી ફિલ્મ પાછળ દોટ લગાવી રહ્યાં છે. હવે તેમાં આલિયા ભટ્ટ પણ જોડાઈ છે. તે 'સ્ત્રી ટૂ' તથા 'મુંજિયા' જેવી હોરર ફિલ્મોના નિર્માતા દિનેશ વિઝનની એક ફિલ્મ સાઈન કરી રહી હોવાની ચર્ચા છે.
આ ફિલ્મને 'ચામુંડા' એવું હંગામી ટાઈટલ અપાયું છે. હાલ તેની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. સાયકો થ્રીલર પ્રકારની આ ફિલ્મની વાર્તા આલિયાને બેહદ પસંદ પડી છે.
આલિયા હાલ સંજય લીલા ભણશાળીની 'લવ એન્ડ વોર'નું શૂટિંગ કરી રહી છે. તે પછી તે આ હોરર કોમેડીમાં કામ કરે તેવી સંભાવના છે.