નિવૃત્તિ નહિ, કામચલાઉ બ્રેક લીધો છેઃ વિક્રાંત મેસી
- આરામ પછી ફરી એક્ટિંગ શરુ કરીશ
મુંબઇ : વિક્રાંત મેસીએ સ્પષ્ટતા કરી છે કે પોતે બોલીવૂડમાંથી કાયમી નિવૃત્તિ લીધી નથી. માત્ર એક લાંબો બ્રેક જ લીધો છે.
વિક્રાંત મેસીએ થોડા દિવસો પહેલાં પોતે ક્ષેત્ર સન્યાસ લઈ અંગત જિંદગી પર ફોક્સ કરવાનો હોવાની પોસ્ટ મૂકી હતી. તેનું અર્થઘટન એવું કરાયું હતું કે તે કાયમ માટે બોલીવૂડ છોડી રહ્યો છે.
જોકે, હવે મેસીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું કાયમ માટે એક્ટિંગ છોડવાનો નથી. આજે મારી પાસે જે પણ છે, તે એકટિંગના કારણે જ છે. પરંતુ હાલ મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પડી છે. મારે થોડો સમય આરામ કરવો છે. હુ મારા કામને વધુ સારુ કરવા માંગું છું.
મારી પોસ્ટથી ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ, હું થોડા આરામ બાદ ફરી એક્ટિંગ શરુ કરીશ.