જેના પર ફિલ્મ બની તેમણે પણ લીધા રૂપિયા, મિલ્ખા સિંહે 1 રૂપિયો તો જાણો MS ધોનીએ કેટલી લીધી ફી
નવી મુંબઇ,તા. 29 નવેમ્બર 2023, બુધવાર
બોલિવૂડ નિર્માતા લેખકોને પૈસા ચૂકવવામાં કંજૂસ હોઈ શકે છે, પરંતુ શું તમને ખબર છે જેમના પર તેઓ ફિલ્મ બનાવે છે અથવા બાયોપિક ફિલ્મો માટે તેઓ સેલિબ્રિટી અથવા તેમના પરિવારોને મોટી રકમ ચૂકવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુંજન સક્સેના, સંજુ, અઝહર, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, દંગલ, નીરજા, સરદાર ઉધમ સિંહ, રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ, પાન સિંહ તોમર, મેરી કોમ અને સરબજીત જેવી લોકપ્રિય બાયોપિક ફિલ્મો બની છે. આવો જાણીએ આવી કેટલીક ફિલ્મો વિશે જેના માટે સેલિબ્રિટી અથવા તેમના પરિવારે કેટલા પૈસા લીધા હતા. આ આંકડાઓ ફિલ્મ ટ્રેડ કે સમાચારોમાં નોંધવામાં આવ્યા છે.
એમએસ ધોનીઃ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી બોલિવૂડની સૌથી લોકપ્રિય બાયોપિક્સમાંથી એક છે. સુશાંત સિંહ રાજપૂતે તેમાં ધોનીનો રોલ કર્યો હતો. અહેવાલો સૂચવે છે કે એમએસ ધોનીએ બાયોપિક માટે પોતાની સ્ટોરી કહેવા માટે 45 કરોડ રૂપિયા લીધા હતા.
સંજય દત્તઃ રાજકુમાર હિરાણીના નિર્દેશક હેઠળ બનેલી ફિલ્મ સંજુમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપૂરે ભજવી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર બની હતી. 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ માટે, સંજય દત્તને નિર્માતાઓ તરફથી 9-10 કરોડ રૂપિયાના નફાનો હિસ્સો આપવામાં આવ્યો હતો.
એમસી મૈરી: પ્રિયંકા ચોપરા અભિનીત બોક્સર મેરી કોમની કહાનીને માત્ર વખાણ જ નહીં પરંતુ શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો. એવું કહેવાય છે કે નિર્માતાઓએ એમસી મેરીને માત્ર 25 લાખ રૂપિયા આપ્યા હતા.
પાન સિંહ તોમરઃ પાન સિંહ તોમર એક લોકપ્રિય બાયોપિક છે. જેમાં ઈરફાન ખાને લોકોના દિલ જીતી લીધા હતા. અહેવાલો અનુસાર, પાન સિંહ તોમરના પરિવારને ફિલ્મ નિર્માતાઓ પાસેથી માત્ર 15 લાખ રૂપિયા મળ્યા હતા.
મિલ્ખા સિંહઃ ફ્લાઈંગ શીખના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહની આ બાયોપિકે ધૂમ મચાવી હતી. મિલ્ખા સિંહે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો, મિલ્ખા સિંહે આ ફિલ્મ માટે માત્ર 1 રૂપિયા ચાર્જ કર્યા હતા. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી હતી.
લક્ષ્મી અગ્રવાલઃ દિગ્દર્શક મેઘના ગુલઝારે એસિડ એટેક સર્વાઈવર અને સામાજિક કાર્યકર્તા લક્ષ્મી અગ્રવાલના જીવન પર છપાક નામની ફિલ્મ બનાવી છે. અહેવાલો અનુસાર, લક્ષ્મી અગ્રવાલને તેની સ્ટોરી કહેવા અને ફિલ્મ માટે સંમતિ આપવા માટે 13 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
મોહમ્મદ અઝહરુદ્દીન: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર-કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પર તેની બાયોપિક રિલીઝ થાય તે પહેલાં, એવું કહેવામાં આવ્યું હતું કે, તેણે નિર્માતાઓ પાસેથી મોટી રકમ લીધી હતી. પરંતુ નિર્દેશક ટોની ડિસોઝાએ કહ્યું કે, અઝહરુદ્દીને એક પૈસો પણ લીધો નથી. ઈમરાન હાશ્મીએ અઝહરનો રોલ કર્યો હતો.