અલ્લુ અર્જુન-રશ્મિકા નહીં, આ સ્ટાર્સ હતા પુષ્પાના ડાયરેક્ટરની પહેલી પસંદ, ફિલ્મ જ અલગ હોત!
Image: Facebook
Pushpa 2 The Rule: 'પુષ્પા: 2 ધ રુલ' રિલીઝ થઈ ગઈ છે, પહેલા શો થી જ તે સફળતા મેળવી રહી છે. પોતાના મનપસંદ સ્ટાર્સને જોવા માટે થિયેટર્સની બહાર ચાહકોની ભાગદોડ મચી ગઈ.
પુષ્પા પાર્ટ 1 થી જ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલને લઈને ચાહકોની વચ્ચે જોરદાર ક્રેઝ રહ્યો. દરેક તેને ફરીથી સ્ક્રીન પર જોવા માટે આતુર હતા પરંતુ સમાચાર એ છે કે આ ત્રણ સ્ટાર્સ ફિલ્મનો ભાગ રહેવાના નહોતા. ડાયરેક્ટર સુકુમારની ફર્સ્ટ ચોઈસ તો કોઈ અન્ય એક્ટર્સ હતાં. મેકર્સે પહેલા અલ્લુ, રશ્મિકા કે ફહાદ નહીં પરંતુ બીજા એક્ટર્સને એપ્રોચ કર્યું હતું પરંતુ તે તમામે પુષ્પા ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી.
આ પણ વાંચો: નાગા ચૈતન્ય અને શોભિતાએ કર્યા લગ્ન, વેડિંગ લુકની ચારેકોર ચર્ચા, ફેન્સ થયા ખુશ-ખુશ
રિપોર્ટ અનુસાર પુષ્પા રાજનું પાત્ર પહેલા મહેશ બાબૂને ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ ડાયરેક્ટર સાથે કંઈક ક્રિએટિવ ડિફરન્સના કારણે તેણે ના પાડી દીધી. આવી જ રીતે શ્રીવલ્લીના રોલ માટે પહેલા સામંથાને કાસ્ટ કરવાની હતી પરંતુ શેડ્યૂલની ગડબડના કારણે તે પાછળ હટી ગઈ. સાથે જ કહેવામાં આવ્યું કે સામંથા સુકુમારની રંગસ્થાલમ બાદ ફરીથી ગામની યુવતીનું પાત્ર નિભાવવા ઈચ્છતી નહોતી. આ રીતે ફહાદ ફાસિલના પાત્ર માટે પણ પહેલા વિજય સેતુપતિને એપ્રોચ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે પણ ડેટ ઈશ્યૂના કારણે રિજેક્ટ કરી હતી. તે બાદ જે થયું તેણે ઈતિહાસ રચ્યો. પુષ્પા 2: ધ રુલ હવે રિલીઝ થઈ ચૂકી છે અને ફરીથી એક વખત સક્સેસ મેળવી રહી છે.