કેટરીના બનાવી દઈશ, મને શું આપીશ...' જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું, લોકો ફાયદો લેવા માગતા હતા
Nora Fatehi : નોરા ફતેહી આજે બોલિવૂડમાં જાણીતું નામ છે. પરંતુ કેટલીયે મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. રાજીવ મસંદ સાથે મેલબોર્નમાં IFFMમાં નોરા ફતેહીએ તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે વાત કરી. તેણે કહ્યું કે, આ દિવસોમાં તે કેટલાય વિચિત્ર લોકોને મળી હતી, કે જેઓ કમજોર પીડિતોની શોધમાં હતા.
મોટા પ્રોડક્શન હાઉસમાં સુધી તારી વાત કરીશું
નોરાના જણાવ્યા પ્રમાણે આ વિચિત્ર લોકો મને મોટા મોટા સ્વપ્ન બતાવતા હતા અન કહેતા હતાં કે, મોટા પ્રોડક્શન હાઉસમાં સુધી તારી વાત કરીશું. સ્વાભાવિક છે કે, નોરા ઈન્ડસ્ટ્રીમાં નવી હોવાને કારણે તે આ લોકોની આગળ -પાછળ ફરતી હતી.
આ પણ વાંચો : અમરેલી: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો? જતા પહેલા આ અહેવાલ ખાસ વાંચી લેજો
ત્યારે આજના જેટલી સમજદારી નહોતી
જેના કારણે નોરા કેટલીયેવાર ડરામણી પરિસ્થિતિઓમાં ફસાઈ ગઈ છે. આ ઉપરાંત, તે વિચિત્ર લોકો સાથે વ્યવહાર કરવાનું પણ શીખી ગઈ છે. અભિનેત્રીએ કહ્યું કે, તે સમયે મારી ઉંમર 22 વર્ષની હતી, અને તે આજના જેટલી સમજદારી નહોતી.
અભિનેત્રીએ કહ્યું, 'હવે હું વિચારી રહી છું કે, હું તમારી પાછળ કેમ આવી રહી છું ? કોઈપણ વ્યક્તિ કોઈના માટે ફ્રીમાં કામ નથી કરતી. પરંતુ ત્યારે મને એમ લાગતું કે, આ વ્યક્તિને ભગવાને મોકલ્યો છે. મેં ઘણા મૂર્ખ લોકોને ફોલો કર્યા છે. જેના કારણે હું ખૂબ જ ડરામણી સ્થિતિમાં ફસાઈ ગઈ છું, એ પછી લોકો મને કહેતા કે તને બીજી કેટરીના કૈફ બનાવી દઈશ, બોલ તેના બદલામાં મને શું મળશે ? અને પછી મારે તેની સાથે લડવું પડ્યું. અને તે ખૂબ વિચિત્ર હતો.'
શું તારે બીજી કેટરિના કૈફ બનવું છે?
નોરા ફતેહીએ કહ્યું કે, આવી કેટલીક ઘટનાઓ બન્યા પછી તે શીખી ગઈ કે, તમારે ક્યારેય સામેની વ્યક્તિને એવું ન બતાવવું જોઈએ કે તમારે કામની જરૂર છે, કારણ કે લોકો આનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. નોરાએ એમ પણ કહ્યું કે,એ સમય તેના માટે ઘણો મુશ્કેલ હતો અને વધુમા તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી. તેણે કહ્યું, 'લોકો મને વારંવાર પૂછે છે, કે શું તારે બીજી કેટરિના કૈફ બનવું છે. એટલે આ પ્રકારના અશક્ય સ્વપ્ન બતાવતા હોય છે.'
અભિનેત્રીએ કહ્યું કે, મેં થેરાપીની મદદ મેળવી હતી, કારણ કે એ દિવસોમાં મારે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે રિજેક્શનના કારણે મારા માનસિક અસર થઈ હતી.