સ્ટંટ શીખી રહી હતી નોરા ફતેહી, બેલેન્સ બગડતાં જમીન પર પટકાઇ, ખૂદ શેર કર્યો વિડીયો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
સ્ટંટ શીખી રહી હતી નોરા ફતેહી, બેલેન્સ બગડતાં જમીન પર પટકાઇ, ખૂદ શેર કર્યો વિડીયો 1 - image


મુંબઈ;તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના દમદાર ડાન્સ મૂવ્સ અને કર્વી ફિગરના કારણે ચર્ચામાં રહે છે. નોરા ફતેહી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ માટે સ્ટંટ શીખી રહી છે.

વિદ્યુત જામવાલ પાસે સ્કેટિંગની તાલીમ લઇ રહી હતી

નોરા ફતેહી તેની આગામી એક્શન ફિલ્મમાં સ્કેટિંગ સ્ટંટ કરવા જઈ રહી છે. આ સ્ટંટની ટ્રેનિંગ એક્શન માસ્ટર વિદ્યુત જામવાલ પાસે કરાવવામાં આવી રહી હતી. નોરાએ વિદ્યુત સાથે સ્કેટિંગની તાલીમ પણ શરૂ કરી. નોરા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નોરા ફતેહી વિદ્યુત જામવાલ સાથે ટ્રેનિંગ લઈ રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિદ્યુત જામવાલ નોરાની સામે સ્કેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. 

વિદ્યુતની સાથે નોરાએ પણ દોરડું બાંધ્યું છે અને સ્કેટિંગ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન પાછળથી સ્કેટિંગ કરતી વખતે નોરા પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. નોરા ધડાકા સાથે જમીન પર પડી. સ્કેટિંગ શીખતી વખતે નોરા ફતેહી ખરાબ રીતે લપસી ગઈ હતી. અહીં લપસી ગયા બાદ નોરાને જોરથી જમીન પર પડતા જોઇ શકાય છે. નોરાએ ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર ફેન્સે પણ ઘણી કોમેન્ટ કરી છે.

આ વીડિયો પર લોકોએ ફની કમેન્ટ્સ કરી 

લોકોએ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી છે. આ ઉપરાંત, લોકોએ નોરાને પોતાની કાળજી લેવાની સલાહ પણ આપી છે. આ વીડિયોમાં, પડ્યા પછી  સેટ પર હાજર લોકો તરત જ નોરાને ઉપાડી લે છે અને તેને ઊભી કરી દે છે. પરંતુ નોરા આનાથી ઘણી હર્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે. લોકોએ કોમેન્ટ દ્વારા નોરાને સહાનુભૂતિ પણ આપી છે. જો કે કેટલાક લોકોએ ફની કોમેન્ટ કરીને નોરાના પડવાની મજાક પણ ઉડાવી છે. નોરા ફતેહી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મમાં એક્શન કરતી જોવા મળવાની છે. 


Google NewsGoogle News