કોબ્રા કેસ મામલે એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, પોલીસે કરી 3 કલાક પૂછપરછ, જાણો હવે શું થશે

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
કોબ્રા કેસ મામલે એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, પોલીસે કરી 3 કલાક પૂછપરછ, જાણો હવે શું થશે 1 - image


Image Source: Twitter

- આજે આ મામલે ધરપકડ કરાયેલા 5 આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ નોઈડા પોલીસને મળી શકે છે

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર

Elvish Yadav Case: ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે સાપના ઝેર મામલે પૂછપરછ કરી છે. એલ્વિશ યાદવ ગઈ કાલે મોડી રાત્રે ગુપ્ત રીતે સેક્ટર-20 પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રજૂ થયો હતો. જ્યાં DCP અને ACP લેવલના અધિકારીઓએ લગભગ 3 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. રાત્રે 2 વાગ્યાની આસપાસ તે મીડિયાથી છૂપાતો પોલીસ સ્ટેશનથી નીકળી ગયો હતો.

બીજી તરફ આજે આ મામલે ધરપકડ કરાયેલા 5 આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ નોઈડા પોલીસને મળી શકે છે. ત્યારબાદ નોઈડા પોલીસ આમાંથી એક આરોપી રાહુલ સાથે આમને-સામને બેસાડીને એલ્વિશ યાદવની પૂછપરછ કરશે. અગાઉ પોલીસે તેને મંગળવારે રજૂ થવા માટે સમન્સ પાઠવ્યુ હતું.

શું છે આરોપ?

3 નવેમ્બરના રોજ નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં કથિત રીતે સાપના ઝેરનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર  અને OTT રિયાલિટી શો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ વન્યજીવ (સરંક્ષણ) કાયદો અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. કલમોની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પાર્ટીના આયોજન સ્થળ 'બેન્ક્વેટ હોલ'માંથી પાંચ કોબ્રા સહિત નવ સાપ મળી આવ્યા હતા જ્યારે સાપનું 20 મિલીલીટર શંકાસ્પદ ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News