ના કોઇ ફિલ્મ..ના કોઇ જાહેરાત, અમિતાભ બચ્ચનની પૌત્રી 26 વર્ષની ઉંમરે 1000 મહિલાઓને આપશે રોજગાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેટલા સ્ટાર્સ છે, તેટલા જ સ્ટાર કિડ્સ પણ છે જેમના વિશે લોકો વાત કરવાનું પસંદ કરે છે. ફિલ્મ સ્ટાર્સના આ બાળકો ક્યારે ઈન્ડસ્ટ્રીમાં આવશે અને ક્યારે તેમને ફિલ્મોમાં જોવાનો મોકો મળશે તે જાણવા લોકો આતુર રહેતા હોય છે.આ અંગે ઘણી વખત અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચનને પણ પૂછવામાં આવ્યું છે કે, નવ્યા પણ અન્ય સ્ટાર કિડ્સની જેમ બોલિવૂડનો ભાગ ક્યારે બનશે. પરંતુ બચ્ચન પરિવાર તરફથી હંમેશા જવાબ મળે છે કે, તે ફિલ્મો નહીં કરે અને પોતાને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખશે.જે સાચુ થતુ જોવા મળી રહ્યુ છે. તાજેતરમાં નવ્યાએ એક મોટી પહેલ કરી છે જેના કારણે 1000 મહિલાઓને રોજગાર મળશે.
નવ્યા પહેલાથી જ NGO સાથે જોડાયેલી છે. હવે તેણે સમયક ચક્રવર્તી ફાઉન્ડેશન સાથે જોડાઈને સ્માર્ટ ફેલોશિપ લોન્ચ કરી છે, જેની મદદથી મહિલાઓને વિશેષ કૌશલ્ય શીખવવામાં આવશે અને તેનો ઉદ્દેશ્ય 1000 મહિલાઓને પ્રશિક્ષિત કરવાનો અને તેમને નોકરી અપાવવાનો છે.
આ ફેલોશિપ વિશે વાત કરતાં નવ્યાએ કહ્યું કે- અમે અમારા પ્રોજેક્ટ સાથે લખનઉ આવ્યા છીએ અને અમે આનાથી ખૂબ જ ખુશ છીએ. હું ઘણા વર્ષો પછી લખનઉ આવી છું અને અમે અહીં મહિલાઓને કામની તકો પૂરી પાડવા માટે ખૂબ ઉત્સાહિત છીએ.
મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે
નવ્યાએ તેની વિગતો આગળ શેર કરી અને કહ્યું- આજના યુગમાં જ્યાં ટેક્નોલોજી દ્વારા નોકરીઓ આપવામાં આવી રહી છે, ત્યારે અમારું કામ ગામડાઓ અને શહેરોમાંથી મહિલાઓને એકત્ર કરવાનું છે અને તેમને તેમની ક્ષમતા મુજબ કામ આપવાનું છે.
વિવિધ જીવનશૈલીની મહિલાઓ અમારા કાર્યક્રમનો એક ભાગ છે અને આમાં જેન્ડર ઇક્વાલિટી પણ એક મુદ્દો છે. આજે આની જરૂર છે કારણ કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આજે દેશના રાષ્ટ્રપતિ પણ એક મહિલા છે. આટલું જ નહીં બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝમાં પણ મહિલાઓ ગ્રો કરી રહી છે.