લોકોની ડિમાન્ડને પગલે ફરી વખત મુંબઈ NMACમાં The Great Indian Musical શો યોજાશે
'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન' ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા નિર્દેશિત
એન્ટ્રી માટે ઉંમર વર્ષ 7 વર્ષ કરતા વધારે હોવી જરૂરી
નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટર (NMAC)ના ગ્રાન્ડ થિયેટરે તેના લોન્ચિંગ પછીથી દેશ અને મુંબઈને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર શો આપ્યા છે, તેમાંથી એક અનોખો શો 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન' ગ્રાન્ડ થિયેટર ખાતે ડેબ્યૂ કરવામાં આવ્યો હતો. જે ફરી એકવાર લોકપ્રિયતાને કારણે પાછો આવી રહ્યો છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ શો જેમ કે બ્રોડવે મ્યુઝિકલ "ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક", ઓલ-ટાઇમ બ્રોડવે શો "વેસ્ટ સાઇડ સ્ટોરી" અને "ચારચૌગી" જેવા દેશની પ્રતિભા દર્શાવતા અદ્ભુત શો અને તાજેતરના મ્યુઝિકલ કોન્સર્ટ "સોના તરશા" "નો સમાવેશ થાય છે.
લોકપ્રિયતાના કારણે દર્શકોએ શો ફરી જોવાની કરી માગ
ભારતીય વાર્તાથી પ્રેરિત, સ્વદેશી સ્ટાર કાસ્ટ અને ભવ્ય સેટ દર્શાવતો, 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન' ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા નિર્દેશિત છે. ખાન દર્શકોને ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ દ્વારા કલાત્મક અને યાદગાર પ્રવાસ પર લઈ જાય છે જે દરેકના હૃદય પર કાયમી છાપ છોડી જાય છે. ભારતના સૌથી મોટા મ્યુઝિકલ શોએ સતત અનેક હાઉસફુલ શો આપ્યા છે. લગભગ 38,000 દર્શકોએ આ શો જોયો છે. શો સમાપ્ત થયા પછી પણ તેની લોકપ્રિયતા ઓછી થવાને બદલે વધી રહી છે જેના કારણે કેટલાક દર્શકો ફરી એકવાર શો જોવા માંગે છે.
21 સપ્ટેમ્બરે યોજાશે શો
ભારત અને વિદેશના દર્શકોની જોરદાર ડીમાન્ડ પર આ શો ફરી એકવાર આવી રહ્યો છે. 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન' શો 21મી સપ્ટેમ્બરે ધ ગ્રાન્ડ થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે. આ પ્રસંગે બોલતા, નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, અત્યંત આનંદ અને ગર્વ સાથે હું જાહેરાત કરું છું કે ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન ફરી એકવાર આવી રહ્યું છે.
આ કલાકારોનો મુખ્ય ફાળો
નીતા અંબાણીએ કહ્યું હતું કે, અમે આ શો સાથે ભારતની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ લાવવાની શ્રેણીમાં શરૂઆત કરી હતી. દર્શકોની સતત માંગને કારણે અમે આ શો પાછો લાવી રહ્યા છીએ. દરેક પર્ફોર્મન્સ પછી દર્શકોએ જે રીતે તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે તેના માટે હું તમારો આભારી છું. ચાલો ફરી એકવાર એ યાદોને તાજી કરીએ અને આ શો દ્વારા નવી યાદો બનાવીએ જે ભારતની સંસ્કૃતિને તહેવારની જેમ ઉજવે છે. ભારતને સમર્પિત આ શોમાં દેશની સંસ્કૃતિ અને વારસો મિશ્રિત છે, અજય-અતુલનું સંગીત કાનમાં કેન્ડીની જેમ ઓગળે છે અને કોસ્ચ્યુમ જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવે છે.
શોની ટિકિટ 600 રૂપિયાથી શરૂ
આ મ્યુઝિકલ માસ્ટરપીસએ ભારતીય નૃત્ય, નાટક, સંગીત અને કલામાં ડૂબેલા ભારતની અદ્ભુત યાત્રા છે. આ મ્યુઝિકલના ગેસ્ટ કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ છે, મુખ્ય કોરિયોગ્રાફર મયુરી ઉપાધ્યાય, સમીર અને અર્શ તન્ના કોરિયોગ્રાફર છે. આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા લાઇટિંગ ડિઝાઇનર ડોનાલ્ડ હોલ્ડર, વિઝ્યુઅલ ડિઝાઇનર નીલ પટેલ, સાઉન્ડ ડિઝાઇનર. પ્રોડક્શન ડિઝાઇન પાછળ ગેરેથ ઓવેન્સનો હાથ છે અને બીજું મોટું નામ જોન નરુન છે. આ શોની ટિકિટ 600 રૂપિયાથી શરૂ થાય છે. આ શોની એન્ટ્રી માટે ઉંમર વર્ષ 7 વર્ષ કરતા વધારે હોવી જરૂરી છે.