‘શ્રીકૃષ્ણ’ના ઘરમાં જ 'મહાભારત' શરૂ, નીતીશ ભારદ્વાજે IAS પત્ની પર લગાવ્યો માનસિક હેરાનગતિનો આરોપ

નીતીશ ભારદ્વાજે 14 માર્ચ, 2009ના રોજ સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
‘શ્રીકૃષ્ણ’ના ઘરમાં જ 'મહાભારત' શરૂ, નીતીશ ભારદ્વાજે IAS પત્ની પર લગાવ્યો માનસિક હેરાનગતિનો આરોપ 1 - image
Image:Social Media

Nitish Bhardwaj Lodged FIR Against Wife : મહાભારત ટીવી સીરિયલમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા નીતીશ ભારદ્વાજે તેમની પત્ની મધ્યપ્રદેશ કેડર IAS સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નીતીશ ભારદ્વાજે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સ્મિતા ભારદ્વાજ તેને ઘણા સમયથી માનસિક રીતે હેરાન કરી રહી છે.

ભોપાલ પોલીસ કમિશ્નરને મેઈલ લખી માંગી મદદ

મળેલા અહેવાલો મુજબ નીતીશ ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશ્નર હારી નારાયણ મિશ્રાને મેઈલ લખીને મદદ માંગી છે. નીતીશ ભારદ્વાજનું કહેવું છે કે, “મારી પત્ની મને માત્ર માનસિક રીતે હેરાન કરવાની સાથે મને મારી જોડિયા દીકરીઓને પણ મળવા નથી દેતી.” નીતિશ ભારદ્વાજની ફરિયાદ પર ભોપાલ પોલીસ કમિશનરે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. ભોપાલ પોલીસ કમિશનરે આ અંગે નિવેદન આપતા કહ્યું કે, 'અમને નીતીશ ભારદ્વાજ તરફથી ફરિયાદ મળી છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને હકીકત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

12 વર્ષ બાદ થયા છૂટાછેડા

નીતીશ ભારદ્વાજે 14 માર્ચ, 2009ના રોજ મધ્યપ્રદેશ કેડરની IAS ઓફિસર સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. કહેવાય છે કે બંનેની મુલાકાત કેટલાક કોમન ફ્રેન્ડ્સ દ્વારા થઈ હતી અને પછી તેમણે લગ્ન કરી લીધા હતા. બંનેને જોડિયા દીકરીઓ છે, જે હવે 11 વર્ષની થઈ ગઈ છે. વર્ષ 2022માં નીતીશ અને સ્મિતા અલગ થઈ ગયા હતા. સ્મિતા તેની દીકરીઓ સાથે ઈન્દોરમાં રહે છે.

‘શ્રીકૃષ્ણ’ના ઘરમાં જ 'મહાભારત' શરૂ, નીતીશ ભારદ્વાજે IAS પત્ની પર લગાવ્યો માનસિક હેરાનગતિનો આરોપ 2 - image


Google NewsGoogle News