શેખર કપૂરની માસૂમ ટૂમાં મનોજ વાજપેયી સાથે નિત્યા મેનન
- શેખરની દીકરી કાવેરી પણ મહત્વની ભૂમિકામાં
- માસૂમની ઓરિજિનલ જોડી શબાના અને નસીરુદ્દિન બીજા ભાગમાં પણ દેખાશે
મુંબઈ: શેખર કપૂરની 'માસૂમ ટૂ'માં મનોજ વાજપેયી અને નિત્યા મેનની જોડી હશે. ઓરિજિનલ 'માસૂમ'ની જોડી શબાના આઝમી તથા નસીરુદ્દિન શાહ પણ આ ફિલ્મમાં દેખાશે. શેખરની દીકરી કાવેરી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
ઉલ્લેખનીય છે કે મનોજ વાજપેયી, નિત્યા, શબાના અને નસીરુદ્દિન આ ચારેય કલાકારો કારકિર્દીમાં કોઈને કોઈ તબક્કે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યાં છે. એ અર્થમાં આ ફિલ્મ એકથી વધુ નેશનલ એવોર્ડ વિજેતા કલાકારો સ્ક્રીન શેર કરતાં દેખાશે.
અગાઉ અટકળો હતી કે 'માસૂમ ટૂ ' કાવેરી માટે ડેબ્યૂ ફિલ્મ હશે. જોકે, તાજેતરમાં ે એ સ્પષ્ટ થયું હતું કે વાસ્તવમાં કાવેરી 'બોબી ઔર રીશી કી લવસ્ટોરી' ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે.