Get The App

નિતેશ તિવારી રણબીરની રામાયણની પહેલી ઝલક વેવ્સ સમિટમાં લોન્ચ કરશે

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
નિતેશ તિવારી રણબીરની રામાયણની પહેલી ઝલક વેવ્સ સમિટમાં લોન્ચ કરશે 1 - image


- નિર્માતા પોસ્ટર અથવા તો વિડીયો પર વિચાર કરી રહ્યો છે

મુંબઇ : વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન શિખર સંમેલન જે વેવ્સ સમિટ તરીકે પણ જાણીતું છે તે ૧થી ૪ મે સુધી આયોજિત કરવામાં આવશે. આ ઇવેન્ટનો ફાયદો નિતશે તિવારી લેવાનું વિચારી રહ્યો છે. તે પોતાની બિગ બજેટ ફિલ્મ રામાયણનું પોસ્ટર અથવા તો વિડીયો લોન્ચ કરવાની યોજના કરી રહ્યો છે. 

આ બાબતે તે જલદી જ નિર્ણય લે તેવી શક્યતા છે.  સૂત્રની માનીએ તો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ફિલ્મ વિશે કોઇ નવી ઘોષણા કરવામાં આવશે. 

ફિલ્મ રામાયણને ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ કરવાની યોજના છે. ગયા નવેમ્બર મહિનામાં નિર્માતાએ એક ટીઝર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે  રામાયણનો પહેલો ભાગ આવતા વરસે, બીજો ભાગ ૨૦૨૭ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.

રામાયણમાં રામ-સીતાની ભૂમિકામાં રણબીર કપૂર અને સાંઇ પલ્લવી જોવા મળવાના છે. સની દેઓલ હનુમાન તેમજ યશ રાવણની ભૂમિકા ભજવશે. 

Tags :