Get The App

4 દિવસમાં 4 કલાકારોના મોત, દુ:ખમા ડુબી ટીવી ઈન્ડસ્ટ્રી, આ કલાકાર તો માત્ર 29 વર્ષની ઉંમરે દુનિયાને કરી અલવિદા

એક કલાકાર તો માત્ર 29 વર્ષનો જ હતો તો અન્ય કલાકાર 51 વર્ષે સંસાર છોડીને ચાલ્યો ગયો છે.

પ્રતિભાશાળી કલાકારોના આ રીતે આચાનક અલવિદા કહેવાથી ફેન્સ અને ટીવી સેલેબ્સ દુખમાં ડુબ્યા

Updated: May 24th, 2023


Google NewsGoogle News
4 દિવસમાં 4 કલાકારોના  મોત, દુ:ખમા ડુબી ટીવી ઈન્ડસ્ટ્રી, આ કલાકાર તો માત્ર 29 વર્ષની ઉંમરે દુનિયાને કરી અલવિદા 1 - image
Image Twitter

તા. 24 મે 2023, બુધવાર

એમ કહેવાય છે કે મોતનો કોઈ ભરોસો નથી, પરંતુ આ સાચી વાત છે. ઘરના વડીલોએ ઘણીવાર આ બાબતે વાત કરી હશે. ઘરથી બહાર નીકળલો માણસ ક્યારે પાછો આવશે તેના વિશે કોઈને ખબર હોતી નથી. ગઈ કાલ જે વ્યક્તિ તમારી સાથે વાત કરી રહ્યો હતો તે શખ્સ આજે તમારી વચ્ચે રહ્યો નથી. આવી રીતે અચાનક મોતના સમાચાર સામે આવે ત્યારે તમે પહેલા તો વિશ્વાસ નહી કરો. પરંતુ મનોરંજનની દુનિયામાં છેલ્લા 3 દિવસોમાં આવી જ દર્દનાક ખબરો છપાઈ રહી છે. જે લોકોની આંખોમાં આસુથી ભરાઈ આવી છે. જેમા એક કલાકાર તો માત્ર 29 વર્ષનો જ હતો તો અન્ય કલાકાર 51 વર્ષે સંસાર છોડીને ચાલ્યો ગયો છે. 

21 મે 2023

21 મેના રોજ આ દર્દનાક સમાચાર સામે આવ્યા હતા જેમા જ્યારે બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું રોડ અકસ્માતમાં દુખદ મોત થયુ હતુ. જેમા હકીકત એવી છે કે, સુચન્દ્રા શનિવાર રાત્રે શૂટિંગ કરીને ઘરે પરત આવવા માટે એપ દ્વારા બાઇક બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં એક સાયકલ સવાર વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો જે અચાનક જ વચ્ચે આવી ગયો.

ત્યારે બાઇક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં પાછળથી કોઈ વાહને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર બાદ 29 વર્ષીય અભિનેત્રી સુચન્દ્રા બાઇક પરથી નીચે પડી ગઇ હતી અને પાછળથી આવી રહેલ ટ્રકે તેને કચડી નાંખી હતી અને આ અભિનેત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. 

22 મે  2023

M TV ના સ્ટાર અને જાણીતા એક્ટર મોડલ કાસ્ટિંગ ડિરેક્ટર અને સ્પ્લિટ્સવિલા ફેમ એક્ટર આદિત્ય સિંહે પણ દુનિયાને અલવિદા કરી દીધી છે. તેમની ઉંમર 32 વર્ષની હતી. આદિત્યની લાશ તેના ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. રૂમમેટ સવારે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે આદિત્યને બાથરૂમમાં જમીન પર પડેલો જોયો ત્યાર બાદ  તેણે ચોકીદારને બોલાવી તેની મદદ લઈ હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ત્યા ડૉક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો. આદિત્ય સિંહ રાજપૂતના આ રીતે અચાનક મોતના સમાચાર સાંભળી તેના ચાહકો પણ આઘાત સરી પડ્યા હતા.

23 મે 2023

'સારાભાઈ વર્સેજ સારાભાઈ' માં જૈસ્મીનનો રોલ પ્લે કરનારી 32 વર્ષની ફેમસ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયને મંગળવારના રોજ હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં મોત થયુ હતુ.  રિપોર્ટ પ્રમાણે તે તેના મંગેતર સાથે એક કારમા ટ્રાવેલ્સ કરી રહી હતી. ત્યારે એક કપરા વળાંક પર તેની ગાડી કન્ટ્રોલ બહાર થઈ જઈ ગઈ હતી. જેમા વૈભવીના મૃત્યુથી  ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 

24 મે 2023

અનુપમા માં રુપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિની ભૂમિકા ભજવનાર 51 વર્ષના નીતીશ પાંડેનું નિધન થયુ છે. તેમણે કેટલાય ટીવી શોનો ભાગ લઈ ચૂક્યા છે. નીતીશ પાંડેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. નીતીશ પાંડેનું નિધનના આ સમાચાર સાંભળી તેનો માત્ર  તેનો પરિવારના સભ્યો જ નહીં પણ ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. તેમણે ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. 

આમ ચાર દિવસમાં ચાર એક્ટરોના મોતના સમાચારથી છે, ટીવી ઈન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો છે.  પ્રતિભાશાળી કલાકારોના આ રીતે આચાનક અલવિદા કહેવાથી  ફેન્સ અને ટીવી સેલેબ્સ દુખમાં ડુબી ગયા છે.



Google NewsGoogle News